થાઈલેન્ડની ગુફા લાઈમ લાઈટમાં આવી મ્યુઝીયમ બનશે અને ફિલ્મ પણ બનશે

થાઈલેન્ડની ગુફા લાઈમ લાઈટમાં આવી મ્યુઝીયમ બનશે અને ફિલ્મ પણ બનશે

થાઈલૅન્ડની જે ગુફામાં બે સપ્તાહથી વધુ સમય ફસાયેલાં રહેલાં 12 બાળકો અને તેમના કૉચના સુખરૂપ છુટકારા પછી હવે આ ગુફાને મ્યુઝિયમ બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. મ્યુઝિયમને લઈ લોકોને જાણ થશે કે કેવી વિસમ પરિસ્થિતિઓમાં બાળકોનો બચાવ કરવામાં આવ્યો હતો. આને લઈ થાઈલૅન્ડનાં મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળોમાં એકનો વધારો થશે ને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. બાળકોના બચાવ માટે જે અૉપરેશન હાથ ધરવામાં આવ્યું તે વેળા જે ઉપકરણોને ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં તે પણ ત્યાં પ્રદર્શિત કરાશે. દરમિયાન થામ લુઆંગ ગુફામાં બાળકો સાથે ફસાઇ ગયેલા વાઈલ્ડ બોઅર્સ ટીમના કોચ એકીપોલ ચાંગશ્વાંગ થાઇલૅન્ડના નાગરિક નથી. સંકટના સમયે બાળકોની હિમંત નહીં તૂટવા દેવા હવે તેમને થાઈલૅન્ડનું નાગરિકતા આપવાની માગ થઈ રહી છે.
થાઈલૅન્ડની ગુફામાંથી મચાવી લેવામાં આવેલા બાળકો પર હવે હૉલિવૂડ ફિલ્મ બનાવવાની હોવાનું જાણવા મળે છે. આ બાર બાળકો અને કૉચની તબિયત સુધારા પર છે, પણ આ તેર જણાંનું સરેરાશ વજન બે કિલો ઘટયું છે. પાંચ બાળકોમાં ન્યુમોનિયાના કેટલાક લક્ષણ જણાયા છે, પણ તે ગંભીર સ્વરૂપનો રોગ નથી. તેઓની માનસિક હજી સારી હોઈ તેઓ તાણમુક્ત અને પૂર્ણપણે આનંદી છે. હવે હૉલિવૂડની એક નિર્માતા કંપની આ ઘટના પર આધારિત ફિલ્મ બનાવવાની હોઈ તે માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ‘પ્યોર ફિલકસ ફિલ્મસ’ દ્વારા આ ફિલ્મનું નિર્માણ થશે અને ફિલ્મના સહનિર્માતા એડમ સ્મિથ હાલ થાઈલૅન્ડમાં છે અને તેઓ ઘટનાથી સંબંધિત સાદની મુલાકાત લેવાના છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer