આજીમાં પૂર આવતાં રામનાથ મંદિર પાણીમાં ગરક

આજીમાં પૂર આવતાં રામનાથ મંદિર પાણીમાં ગરક

ઉપરવાસના ભારે વરસાદના પગલે શહેરની આજી નદીમાં ભારે પૂર આવ્યું હતું અને તેના કારણે પુરાણ પ્રસિધ્ધ રામનાથ મહાદેવનું મંદિર નદીના પાણીમાં ગરક થઈ ગયું હતું. રાજકોટ શહેરમાં જોઈએ એટલો વરસાદ વરસ્યો નથી. અમુક વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાં પડયા હતા. જો કે રાતના આજીના પૂરમાં રામનાથ મંદિર પાણીમાં ગરક થઈ જતાં લોકો પૂર અને મંદિર જોવા ઉમટી પડયા હતા. કૈસરે હિન્દ પુલ ઉપર લોકોની ભીડ જામી હતી. (નિશુ કાચા)

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer