‘અખિયોં સે ગોલી’ મારનારી પ્રિયા પ્રકાશ વોરિયર મુંબઈમાં

‘અખિયોં સે ગોલી’ મારનારી પ્રિયા પ્રકાશ વોરિયર મુંબઈમાં
‘નેશનલ ક્રશ’ તરીકે ઓળખાતી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વૉરિયર છેવટે મુંબઈ આવી છે. જોકે તે કોઈ હિન્દી ફિલ્મમાં કામ કરવા નહીં પણ જાહેરખબરમાં કામ કરવા માટે આવી છે. એક જાહેરખબરના તેણે એક કરોડ રૂપિયા લીધાનું કહેવાય છે. ‘એક આંખ મારવાની અદા’ને લઈ તે રાતોરાત દેશભરમાં પ્રખ્યાત થઈ હતી અને તેની એક પણ ફિલ્મ આવી નહીં હોવા છતાં તે મોટી સ્ટાર બની ગઈ હતી. તેને લઈને જ તેણે પોતાની પ્રથમ જાહેરખબર માટે ખૂબ મહેનત લીધી છે. ઈન્સ્ટાગ્રામ પર કોઈ બ્રાન્ડ ઉત્પાદનની જાહેરખબર કરવા માટે તે સાત લાખ રૂપિયા લે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોની સંખ્યા 60 લાખ પર પહોંચી છે. ત્યાં તેનો વીડિયો એક કરોડ લોકો જુએ છે. ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઓછા સમયમાં ભારે ફોલોઅર્સ મેળવનારી તે ત્રીજી સેલિબ્રિટી છે.
હવે તેની જાહેરખબર બહાર આવે તેમાં તે કેવી અદા દાખવે છે તે જોવા તેના ચાહકો ઉત્સુક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer