રણદીપ જઈ પહોંચ્યો ઉત્તરાખંડના દુર્ગમ ગામડામાં

રણદીપ જઈ પહોંચ્યો ઉત્તરાખંડના દુર્ગમ ગામડામાં
અભિનેતા રણદીપ હુડાએ ગત સપ્તાહાંતે ઉત્તરાખંડમાં દુર્ગમ વિસ્તારમાં આવેલા ચોપરા ગામની મુલાકાત લીધી હતી. તેણે અહીં વીજળી જેવી મૂળભૂત જરૂરિયાત વિના જ રહેતા ગ્રામવાસીઓ વચ્ચે ત્રણ-ચાર દિવસ ગાળી તેમના જીવનમાં ઉજાસ પાથરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. રણદીપે જણાવ્યું હતું કે આ ગામમાં બ્રિટિશરોએ પણ વસવાટ કર્યો હતો અને હવે અહીંના લોકો પાસે વોટર્સ કાર્ડ તેમ જ આધાર કાર્ડ સુધ્ધાં છે, પરંતુ ગામમાં હજી સુધી વીજળીનું આગમન થયું નથી એ એક દુ:ખદ-ખેદજનક બાબત છે. રણદીપની આ મુલાકાતથી ત્યાંના ગ્રામજનોમાં ખુશીની લાગણી છલકાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer