જર્મની-રશિયાના સંબંધથી અમેરિકા નારાજ

જર્મની-રશિયાના સંબંધથી અમેરિકા નારાજ
બ્રસેલ્સ, તા. 12: જર્મની અને અમેરિકા વચ્ચે એક મહિનાના સમયગાળામાં બીજી વખત ખટરાગ ઉભો થયો છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રસેલ્સમાં નાટો નેતાઓની બેઠક દરમિયાન જર્મની સામે ખુલ્લો વિરોધ કરતા કહ્યું હતું કે, એક તરફ તેઓ રશિયાથી બાકી દેશોનું રક્ષણ કરે છે. તો બીજી તરફ આ દેશો રશિયા સાથે અબજો રૂપિયાના કરાર કરી રહ્યા છે અને રશિયાને અમીર બનાવી રહ્યા છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, જર્મની પૂરી રીતે રશિયાના નિયંત્રણમાં છે અને રશિયાએ જર્મનીને બંધક બનાવ્યું છે. જે અયોગ્ય છે.
જો કે નાટોની બેઠકમાં ટ્રમ્પે કરેલા વિરોધના સમયે જર્મનીના ચાંસેલર એન્જેલા મર્કેલ હાજર હતાં નહીં.
ટ્રમ્પે 29 દેશોના સૈન્ય સંગઠન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલટેનબર્ગ સાથેની બેઠકમાં કહ્યું હતું કે, જર્મનીએ રશિયા સાથે તેલ અને ગેસનો એક મોટો કરાર કર્યો છે. તે ખૂબ જ દુ:ખની બાબત છે. આ કરારથી જર્મનીના 70 ટકા નેચરલ ગેસ સેક્ટર ઉપર રશિયાનું નિયંત્રણ આવી જશે. ટ્રમ્પના નિવેદનો બાદ જર્મન ચાન્સેલર મર્કેલે રશિયા સાથે સંબંધથી અફસોસ ન હોવાનો સંકેત આપી દીધો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer