દિલ્હી ‘કચરાના ડુંગર’ પર છે: નારાજ સુપ્રીમનો એલજીને ઠપકો

દિલ્હી ‘કચરાના ડુંગર’ પર છે: નારાજ સુપ્રીમનો એલજીને ઠપકો
ઘન કચરાના નિકાલ માટે કાર્યવાહી ન થતાં અદાલતે ઝાટકણી કાઢી
નવી દિલ્હી, તા. 12: સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગંભીર નારાજગી સાથે જણાવ્યું હતું કે, દિલ્હી ‘કચરાના ડુંગર’ પર બેઠું છે. ઘન કચરા વ્યવસ્થાપનના મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવા બદલ સુપ્રીમે લેફ્ટનન્ટ ગવર્નરની ઝાટકણી કાઢી હતી.
રાજધાનીમાં ગાઝીપુર, ઓખલા અને ભલસ્વા એ ત્રણ સાઈટ્સના સંદર્ભ સાથે સુપ્રીમે કહ્યું હતું કે, એલજી સહિતના સત્તાધીશોએ કાર્યવાહી ન કરતાં દિલ્હી સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
કોર્ટને એલજી કચેરી અને દિલ્હી સરકારે જણાવ્યું હતું કે, ઘન કચરાના નિકાલની જવાબદારી ખરેખર તો મહાપાલિકાઓની છે. આવી સ્પષ્ટતાથી રોષે ભરાયેલી સુપ્રીમે કહ્યું હતું કે, આ તો જવાબદારીનો ટોપલો બીજા પર નાખી દેવાની વાત થઈ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer