રાજકોટની ઈજનેરી કેલેજોમાં પહેલા રાઉન્ડ બાદ અડધો અડધ બેઠક ખાલી

પ્રથમ રાઉન્ડમાં 2612 સીટ ભરાઈ
રાજકોટ, તા. 12 : ધોરણ 12ના વિદ્યાર્થીઓ કે જેમને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ લેવો હોય તેમના માટે રાજકોટની 11 એન્જિનિયરિંગ કોલેજોમાં બીજા રાઉન્ડની ભરતી માટેની કવાયત ચાલુ કરવામાં આવી છે. રાજકોટમાં કુલ પ337 બેઠકો છે, એમાંથી 2612 ભરાઈ ચૂકી છે અને હવે 272પ ભરાવાની બાકી છે. અત્યાર સુધીમાં કુલ 42 ટકા જેટલી સીટો ભરાઈ ચૂકી છે.
રાજકોટની સરકારી અને ખાનગી દસ મળીને 11 એન્જિનિયરિંગ કોલેજોમાં ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને પહેલા રાઉન્ડમાં બેઠકો ભરાયા પછી પણ અડધો અડધ સીટ ખાલી રહી છે અને હવે તે ભરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. ખાનગી કોલેજોમાં પણ સૌથી વધારે ભરતી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં થઈ છે અને ત્યાં પ70 સીટમાંથી માત્ર 74 સીટ જ ખાલી રહી છે. સરકારી ઈજનેરી કોલેજની તમામ 600 સીટ ભરાઈ ગઈ છે. દર્શન ઈન્સ્ટિટયુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં 40પમાંથી 167 સીટ ખાલી છે. આત્મીય યુનિવર્સિટીમાં 360 સીટમાંથી 1પ2 ખાલી છે જ્યારે રાજકોટમાં જેની પાસે સૌથી વધારે 1410 સીટ છે તેવી મારવાડી એજ્યુકેશન એફઓઈ, પીજી સ્ટડીઝ, એફઓટી મારવાડી યુનિવર્સિટીમાં 730 સીટ ભરાઈ છે અને 680 ખાલી છે જે બીજા રાઉન્ડમાં ભરાઈ જશે એવી પૂરી સંભાવના છે.
આર.કે.યુનિવર્સિટી - સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં 40પ સીટમાંથી 276 ખાલી છે તો આર્યા - વીર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં 180માંથી 13પ સીટ ખાલી છે. બી.એચ.ગાર્ડી કોલેજમાં 420 સીટ છે તેમાંથી 328 હજી પણ ખાલી છે. લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટિટયુટમાં 270 સીટમાંથી 232 ખાલી છે જ્યારે સંજયભાઈ રાજ્યગુરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં 222 સીટમાંથી 207 સીટ છે. ઔરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં માત્ર 21 સીટ ભરાઈ છે તેમાં 49પ સીટમાંથી હજી 474 સીટ ખાલી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer