ઘિયાવડના કારચાલકને ઘેની ફાકી ખવડાવી લૂંટી લીધો

મુસાફરના સ્વાંગમાં બે લૂંટારુ કળા કરી ગયા
રાજકોટ, તા.1ર : વાંકાનેરના ઘિયાવડ ગામે રહેતા રાહુલ અરજણ ખોડા નામના ભરવાડ યુવાનને ગ્રીનલેન્ડ ચોકડીએથી તેની ઈકો કારમાં બેઠેલા બે અજાણ્યા શખસો કુવાડવા અને ત્યાંથી સરધાર જવાનું ભાડુ બાંધી બેઠા બાદ રાહુલ ભરવાડને ઘેની ફાકી ખવડાવી દેતા રાહુલ બેભાન બની ગયો હતો અને મુસાફરના સ્વાંગમાં બેઠેલા બે શખસો રાહુલના ખિસ્સામાંથી રૂ.4પ00 ની રોકડ, રૂ.ર0 હજારની કિંમતનું ચાદીનું કડુ, મોબાઈલ મળી કુલ રૂ.31.પ00 ની માલમતા લૂંટી ગયા હતા અને રાહુલ ભરવાડને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને હાથ ધરેલી તપાસમાં રાહુલ ભરવાડ ગ્રીનલેન્ડ ચોકડીએ ઈકો કાર ઉભી રાખી ભાડા કરતો હોય છે. દરમિયાન ગઈકાલે સવારે ગ્રીનલેન્ડ ચોકડીએ ઉભો હતો ત્યારે બે શખસો આવ્યા હતા અને કુવાડવા અને ત્યાંથી સરધાર જવા માટે ભાડુ બાંધ્યું હતું અને સરધાર રોડ પર જતા હતા. ત્યારે એક શખસે રાહુલ ભરવાડને ફાકી ખવડાવી હતી. બાદમાં બેભાન થઈ ગયો હતો અને રોકડ સહિતની માલમતાની લૂંટ ચાલવી નાસી છૂટયા હતા.પોલીસે રાહુલ ભરવાડની  ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજના આાધારે શોધખોળ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer