કરૂણારત્નેના અણનમ 158 આફ્રિકા સામેના પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાના 287 રન

કરૂણારત્નેના અણનમ 158  આફ્રિકા સામેના પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાના 287 રન
ગાલે (શ્રીલંકા), તા.12: શ્રીલંકા અને પ્રવાસી દ.આફ્રિકા વચ્ચે આજથી શરૂ થયેલ પ્રથમ ટેસ્ટના  પ્રથમ દિવસે કરૂણારત્નેની લડાયક સદી વચ્ચે બોલરોનું વર્ચસ્વ રહ્યું હતું. આજે શ્રીલંકાની ટીમ પહેલા દાવમાં 278 રને ઓલ આઉટ થઇ હતી. દિવસના અંતે આફ્રિકાએ માર્કરમ (0) વિકેટ ગુમાવીને 4 રન કર્યાં હતા.
શ્રીલંકા તરફથી ઓપનર દિમૂથ કરૂણારત્નેએ  એકલવીર બનીને છેલ્લે સુધી નોટઆઉટ રહીને 222 દડામાં 13 ચોક્કા અને 1 છક્કાથી 158 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તેણે કેરિ ટુ બેટની સિધ્ધિ મેળવી હતી. આ સિવાય ગુલાતિલકેએ 26 અને કુશલ મેન્ડિસે 24 રન કર્યાં હતા. નિયમિત સુકાની દિનેશ ચંદિપાલ પર બોલ ટેમ્પરીંગ મામલે આઇસીસીએ બે ટેસ્ટની આ શ્રેણીમાં રમવા પર પ્રતિબંધ મુકયો છે. આફ્રિકા તરફથી રબાડાએ 4 અને શમસીએ 3 વિકેટ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer