કુલદિપની જાળમાં ઇંગ્લેન્ડ ફસાયું ભારતને જીત માટે 269 રનનું લક્ષ્ય

કુલદિપની જાળમાં ઇંગ્લેન્ડ ફસાયું  ભારતને જીત માટે 269 રનનું લક્ષ્ય
પહેલા વન ડેમાં કુલદિપ યાદવનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન: 25 રનમાં 6 વિકેટ
બર્મિગહામ તા.12:  ભારતના ચાઇનામેન બોલર કુલદિપ યાદવની ફીરકીમાં ફસાવા છતાં ઇંગ્લેન્ડની ટીમ પહેલા ડે-નાઇટ વન ડેમાં 268 રનના પડકારરૂપ સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. આથી ટીમ ઇન્ડિયાને જીત માટે 269 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. ભારતના કલાઇના સ્પિનર કુલદિપ યાદવે શાનદાર બોલિંગ પ્રદર્શન કરીને 10 ઓવરમાં માત્ર 2પ રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડની ધરતી પર વન ડેમાં ભારતીય સ્પિનરનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. કુલદિપની સ્પિન જાળમાં ઇંગ્લેન્ડના મોટાભાગના ટોચના બેટધરો ફસાયા હતા. જોકે બેન સ્ટોકસ અને જોસ બટલર અર્ધસદી કરીને ઇંગ્લેન્ડ49ફપ ઓવરમાં 268 રને પહોંચ્યું હતું.
જેસન રોય (38) અને જોની બેયરસ્ટો (38) વચ્ચે પહેલી વિકેટમાં 73 રનની ભાગીદારી થઇ હતી. આ પછી કુલદિપ ત્રાટકયો હતો અને તેણે ઉપરાઉપર રોય, બેયસ્રો અને રૂટને આઉટ કર્યાં હતા. જયારે સુકાની મોર્ગન (19) ચહલનો શિકાર બન્યો હતો. 10પ રનમાં 4 વિકેટ ગુમાવી દીધા બાદ સ્ટોકસ (પ0) અને બટલર (પ3) વચ્ચે પાંચમી વિકેટમાં 93 રનની ભાગીદારી થઇ હતી. મોઇન અલીએ ઝડપી 24 અને રશીદે 22 રન કર્યાં હતા. કુલદિપની 6 વિકેટ અને ઉમેશ યાદવને 70 રનમાં 2 વિકેટ મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer