મહિલાને બ્લેકમેઇલ કરી રૂા.10 લાખની માગ

અમદાવાદમાં વધુ એક ત્રી બીજ કૌભાંડ
મહિલાને ચાર લાખની વાત કરી એક જ લાખ આપ્યા
અમદાવાદ, તા.12: અમદાવાદમાં ફરી એકવાર ત્રી બીજ કૌભાંડની ઘટના સામે આવી છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં એક મહિલા પાસેથી ત્રી બીજ ડોનેટ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત મહિલા સાથે બાંધેલા શારીરિક સંબંધની વીડિયો ક્લિપના આધારે મહિલાને બ્લેકમેઇલ કરી વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. આખરે કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં કરણસિંહ ચાવડા નામના એક શખ્સે  એક મહિલાને ત્રી બીજ અંગે પોતાનો શિકાર બનાવી હતી. આ શખ્સ મહિલા પાસેથી એક નહીં, બે નહીં પરંતુ 65 વખત ત્રી બીજ ડોનેટ કરાવ્યા હતા. એટલું જ નહીં આરોપીએ એકવાર મહિલાને સરોગેટ મધર પણ બનાવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. 2008માં આ મહિલાના પતિને ગંભીર અકસ્માત થયો જેની સારવાર માટે તેને લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડયું હતું. અત્યંત મધ્યમવર્ગી પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઇ હતી. આ અકસ્માત બાદ સાજો થયેલો મહિલાનો પતિ કામકાજ કરી શકે તેવી સ્થિતિમાં નહોતો. તેના કારણે મહિલાએ ઘર ચલાવવા માટે લોહી ખરીદતા લોકોના સંપર્કમાં આવી હતી. તે પોતાનું લોહી વેચતી હતી. આ દરમિયાન તેને કરણસિંહ ચાવડા નામનો વ્યક્તિ મળ્યો હતો. તેણે તેને કામ અપાવીશ તેવું કહ્યું હતું. જો કે કરણસિંહને ઘણી હોસ્પિટલો સાથે સંપર્કમાં હતા, તેણે મહિલાને ત્રી બીજ વેચવાનું કહ્યું અને પૈસા ખાતર મહિલાએ હમણા સુધી 65 વખત પોતાનું ત્રી બીજ વેચ્યું હતું. આ દરમિયાન મહિલાને સરોગસી મધર થવાની વાત કરી હતી જેમાં તેને ચાર લાખ મળશે તેમ કહ્યું હતું. આ મહિલા તેના માટે તૈયાર થઇ અને સરોગસી કરી તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. જો કે ત્યારબાદ ચાર લાખ મળતા કરણસિંહે મહિલાને માત્ર એક લાખ જ આપ્યા હતા અને ત્રણ લાખ પોતે લઇ લીધા હતા. આ સંબંધો દરમિયાન અનેક વખત કરણસિંહે આ મહિલા સાથે શરીર સંબંધ પણ બાંધી ચૂકયો હતો.મહિલાએ જ્યારે પોતાના ત્રણ લાખની માગણી કરી ત્યારે કરણસિંહ આ મહિલાને તેની વીડિયો ક્લીપ બતાડી 10 લાખ રૂપિયાની માગણી કરી બ્લેકમેઇલ કરી હતી. તે રોજે રોજ તેને બ્લેકમેઇલ કરીને પોતાનું કામ કઢાવતો હતો. જો રૂપિયા નહીં આપે તો તેનો આ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો. આમ આરોપીથી કંટાળીને મહિલાએ ફીનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જેને એલજી હોસ્પિટલમાં દાખલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. મહિલાની આપવીતી સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. અમરાઇવાડી પોલીસે મહિલાની ફરિયાદના આધારે કરણસિંહ ચાવડા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer