વિમ્બલ્ડનમાં સેરેના અને કર્બર ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં સેરેના અને કર્બર ફાઇનલમાં
સેમિ ફાઇનલમાં નડાલ - જોકોવિચ આમને - સામને
વિમ્બલ્ડન, તા.12: સાત વખતની ચેમ્પિયન અને માતૃત્વ બાદ વાપસી કરનાર અમેરિકાની પૂર્વ નં. વન સેરેના વિલિયમ્સે વિમ્બલ્ડનના ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યોં છે. સેરેનાએ સેમિમાં જર્મનીની જુલિયા જિયોર્જિસ સામે 6-2 અને 6-4થી જીત મેળવી હતી. સેરેના હવે ફાઇનલમાં જર્મનની એન્જેલિકા કર્બર સામે ટકરાશે. જર્મનીની પૂર્વ નંબર વન એન્જેલિકા કર્બર પહેલા સેમિ ફાઇનલમા લાતિવીયાની 12મા નંબરની ખેલાડી જેલેના એસ્ટાપેન્કો સામે 6-3 અને 6-3થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા પાકી કરી હતી. કર્બરે બીજીવાર વિમ્બલ્ડનના ફાઇનલમાં પહોંચી છે.
વિશ્વ નંબર વન સ્પેનનો રાફેલ નડાલ વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે. જ્યાં તેની ટક્કર પરંપરાગત હરીફ નોવકા જોકોવિચ સામે થશે. ટુર્નામેન્ટના બીજા ક્રમના ખેલાડી સ્પેનના રાફેલ નડાલે ક્વાર્ટર ફાઇનલમાં 4.4પ કલાકનો મેરેથોન મુકાબલો રમીને આર્જેન્ટિનાના ખેલાડી જુઆન માર્ટિન ડેલ પેત્રો સામે 7-પ, 6-7, 4-6, 6-4 અને 6-4થી લડાયક જીત મેળવી હતી. જ્યારે અન્ય એક ક્વાર્ટર ફાઇનલ મેચમાં નવમા ક્રમના અમેરિકાના જોન ઇસ્નરે કેનેડાના 13મા ક્રમના ખેલાડી મિલોસ રાઓનિક સામે 6-7, 7-6, 6-4 અને 6-3થી જીત મેળવી હતી.  તેની સેમિ ફાઇનલમાં ટક્કર ફેડરરને હાર આપનાર દ. આફ્રિકાના કેવિન એન્ડરસન સામે થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer