થાઈલેન્ડથી ગુફામાંથી બાળકોને બચાવવામાં બે ભારતીયની મહત્ત્વની ભૂમિકા

થાઈલેન્ડથી ગુફામાંથી બાળકોને બચાવવામાં બે ભારતીયની મહત્ત્વની ભૂમિકા

પૂણે, તા. 11: થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા તમામ 12 બાળ ફૂટબોલરો અને કોચને હેમખેમ બચાવી લેવામાં આવતા દુનિયાભરમાં ખુશીનો મોજું ફરી વળ્યું છે. આ બચાવ કામગીરી કરનારી સમગ્ર ટીમના ભારે વખાણ થઈ રહ્યા છે. જેમાં બે ભારતીયનો પણ સમાવેશ થાય છે. 23 જુનના રોજ લાપત્તા બનેલાં 12 બાળકો અને કોચને ગુફામાંથી બહાર લાવવાના પ્રયાસમાં પ્રસાદ કુલકર્ણી અને શ્યામ શુક્લાએ તનતોડ મહેનત કરી હતી. આ બન્ને થાઈલેન્ડ દ્વારા ગુફામાં લગાડવામાં આવેલા પંપ બનાવતી કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડની સાત સભ્યની ટીમનો ભાગ રહ્યા હતા. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પ્રસાદ અને પૂણેના એન્જિનિયર શ્યામ શુક્લા ઉપરાંત ટીમમાં એક નેધરલેન્ડથી અને એક યુકેના સભ્યનો સમાવેશ થાય છે. કિર્લોસ્કરનું કામ ગુફામાંથી પાણી ઉલેચવાનું હતું. જે બાળકોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે ખૂબ જ જરૂરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer