વડાપ્રધાનના જૂનાગઢ પ્રવાસને પગલે સુરક્ષા તંત્ર સતર્ક: તડામાર તૈયારીઓ

વડાપ્રધાનના જૂનાગઢ પ્રવાસને પગલે સુરક્ષા તંત્ર સતર્ક: તડામાર તૈયારીઓ
નરેન્દ્ર મોદી વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

જૂનાગઢ, તા.11: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.20ના રોજ જૂનાગઢ આવી રહ્યા હોય, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. તેમાં પ્રોટોકોલ, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, મંડપ, પાર્કિંગ સહિતની કામગીરી માટે સમિતિઓની રચના કરાશે.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું કે, આગામી તા.20ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વગેરે જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પૂર્વ આયોજન હાથ ધરાયું છે અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમાં સંકલન જાળવવા અને જરૂર જણાયે કોર કમિટિનું માર્ગદર્શન માગવા જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer