ડૉ. કળસરિયા દિલ્હીમાં રાહુલને મળીને કેંગ્રેસમાં જોડાઈ ગયા

ડૉ. કળસરિયા દિલ્હીમાં રાહુલને  મળીને કેંગ્રેસમાં જોડાઈ ગયા
એક સમયે આંદોલનમાં સાથ આપનાર
પાર્ટીનું મારા પર ઋણ હતું : કનુભાઈ
અમરેલી અથવા ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડશે કળસરિયા
 
અમદાવાદ, રાજુલા, ભાવનગર તા.11: ભાવનગર જિલ્લાના મહુવાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસરિયા દિલ્હી પહેંચીને કેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા અને કેંગ્રેસમાં જોડાઈ ગયા હતા. આગામી તા.16ના રાહુલ ગાંધી મહુવા આવશે ત્યારે વિધિવત રીતે તેઓ કોંગ્રેસ પ્રવેશ કરશે. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી અટકળોનો પણ અંત આવ્યો છે. ભાવનગરના મહુવાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસરિયા ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તેમાંથી નિક્રિય થયા બાદ સદ્દભાવના પાર્ટી શરૂ કરી હતી. અંતે ડૉ. કલસરિયાએ કેંગ્રેસમાં વિધિવત્ પ્રવેશ કર્યો છે. દિલ્હી ખાતે કેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ આજે તેમણે આ નિર્ણય લીધો હતો. સેવાભાવી તબીબ, સ્વચ્છ છાપ અને ગ્રામજનોમાં સારી ચાહના ધરાવતા ડૉ. કનુભાઈ કળસરિયા કેંગ્રેસમાં જોડાતાં જિલ્લામાં કેંગ્રેસ મજબૂત બની છે. આ અંગે ડૉ. કળસરિયાએ જણાવ્યું કે, આજે દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત થઈ હતી. રાહુલ ગાંધીએ ડૉ. કળસરિયાને એમ કહ્યું કે, આપના વિશે હું જાણું છું. આપની સ્વચ્છ છાપથી હું પરિચિત છું. પાર્ટીને આપની જરૂર હતી. હજી મોડું થયું નથી. આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં પાર્ટી આપનો કેવી રીતે ઉપયોગ કરશે, તે વિચારશું પણ આપણે સાથે મળીને કામ કરશું.
લોકસભાની ચૂંટણીમાં લડશો કે કેમ ? તે મામલે કનુભાઈએ જણાવ્યું કે, પાર્ટી નક્કી કરશે પણ લોકસભાની ચૂંટણી માટે ભાવનગર અથવા અમરેલી બેઠક પરથી લડવાની ગણતરી છે. તેમણે કહ્યું કે, અગાઉના મારા આંદોલનમાં કેંગ્રેસે મને ઘણો સહકાર આપ્યો છે એટલે પાર્ટીનું મારા ઉપર ઋણ છે.
દરમિયાન ડૉ. કળસરિયા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસમાં જોડાઇ શકે છે. રાહુલ ગાંધી તા.16-17 જુલાઇએ ગુજરાતના મેથળા બંધરાની મુલાકાતે આવી રહ્યા છે. અહીં રાહુલ ગાંધી ખેડૂતો સાથે ચર્ચા કરશે. જેમાં પાકવીમાના પ્રશ્નો, પોષણક્ષમ ભાવો અંગે ચર્ચા વિચારણા કરશે. આ ઉપરાંત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે કામદારો સાથે ગુફતેગુ કરશે, સાથે વેપારીઓને પણ મળશે, અમરેલીના ધારીના જંગલમાં માલધારીઓ સાથે પણ મુલાકાત થઇ શકે છે. આ ઉપરાંત સાધુ-સંતોને પણ રાહુલ ગાંધી મળે તે માટેનું આયોજન ઘડાયું છે.
 
બાવળિયા ભાજપમાં જોડાયા છે, કોળી સમાજ નહીં : પૂંજા વંશ
અમદાવાદ,  તા.11: આજે ગાંધીનગર સરકિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના કોળી સમાજના ધારાસભ્યો અને ટેકેદારોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પૂંજા વંશ(ઉના), સોમા ગાંડા કોળી પટેલ (લીમડી), બાબુ વાજા (માગરોળ), રાજુ ગોહિલ (ધંધુકા), વિમલ ચુડાસમા(ગીરસોમનાથ), ઋત્વિક મકવાણ ા(ચોટીલા) વગેરે સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક અંગે માહિતી આપતા કોંગ્રેસના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી પૂંજા વંશએ જણાવ્યું હતુ ંકે, અમારા એક સમયના સાથી નેતા કુંવરજી બાવળિયાના ભાજપ સાથે જોડાઇ જવાની જે રાજકીય ઘટના બની છે તેમાં ભાજપે એવી વાતો ફેલાવી છે કે કોળી નેતા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાઇ ગયા છે એટલે સમગ્ર કોળી સમાજ હવે ભાજપમાં જોડાયો છે ત્યારે ભાજપે પાયાવિહોણી ભ્રામક વાતો ફેલાવી છે. બાવળીયા ભાજપમાં જોડાયા છે પણ કોળી સમાજ નહીં ! રાજકીય વાતોથી અમારો ભોળો સમાજ છેતરાય નહીં તેમજ ગેરમાર્ગે દોરતી આ અફવાનું  ખંડન કરવા માટે અને આગામી ચૂંટણીમાં કોળી સમાજ કોંગ્રેસની સાથે રહી મહત્વની ભૂમિકા ભજવે તેના આયોજનના ભાગરૂપે આજની આ બેઠક મળી હોવાનું સ્વીકાર્યુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer