દિલ્હીમાં આતંકી હુમલાના આઈએસના ષડયંત્રનો પર્દાફાશ

દિલ્હીમાં આતંકી હુમલાના  આઈએસના ષડયંત્રનો પર્દાફાશ
અફઘાન યુવાનની ધરપકડ સાથે ભાંડાફોડ

નવી દિલ્હી, તા. 11: ઉચ્ચ સ્તરીય પ્રતિજાસૂસી કારવાઈ મારફત ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટ દ્વારા નવી દિલ્હીમાં આતંકી હુમલો કરવાની સાજીશને ધૂળમાં મેળવી છે. આઈએસના અંતરંગ વર્તુળમાં પેસી ભારતીય અધિકારીઓએ તે દિલ્હીમાં હુમલો કરવાના કાવતરાનો ભાંડાફોય કર્યો હોવાનુ એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયું છે. આઈએસએ આત્મઘાતી હુમલો કરવા મોકલેલો અફઘાનનો વીસ વર્ષનો યુવાન દિલ્હીના લાજપત નગરમાં ઈજનેરી છાત્રના છદ્મ વેશે રહેતો હતો તેની સાથે ભારતીય ‘પ્લાન્ટે’ દોસ્તી કરી લઈ તેને ટ્રિગર વિનાના વિસ્ફોટકો પૂરા પાડયા હતા અને લજપતનગરમાં રહેવાની ય તજવીજ કરી આપી હતી. ગયા સપ્ટે.માં તેની ધરપકડ કરી અફઘાનિસ્તાન લઈ જવાયો હતો, જ્યાં હાલ તે અમેરિકી મિલિટરી બેઈઝના કબજામાં હોવાનું કહેવાય છે.
ભારતમાંના હુમલાની આઈએસની ટોળકીની સાજીશની માહિતીનો, અફઘાનિસ્તાન, દુબઈ અને નવી દિલ્હીમાંની 18 માસની જાસૂસી દરમિયાન પર્દાફાશ થયો હતો.  દિલ્હીની ભાગોળે આવેલી ખાનગી ઈજનેરી કોલેજમાં પ્રવેશ મેળવનાર ઉકત અફઘાન યુવાન પર એંસી જેટલા ભારતીય તપાસનીશોએ અને સુરક્ષાકર્મીઓએ તેની પર ચોવીસે કલાક નજર રાખતા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer