વ્યભિચારનો કાયદો: પુરુષની જેમ મહિલાને સજાની જોગવાઈ માટે સુપ્રીમમાં અરજી

વ્યભિચારનો કાયદો: પુરુષની જેમ મહિલાને સજાની જોગવાઈ માટે સુપ્રીમમાં અરજી
બંધારણીય ખંડપીઠને મામલો રીફર કર્યો
નવી દિલ્હી, તા. 11 : વ્યભિચારના ગુનામાં આઈપીસીની કલમ 497 હેઠળ પુરૂષ દોષિત ઠેરવાતા સજા આપવાની જોગવાઈ છે. જ્યારે મહિલાને સજા આપવાની જોગવાઈ ન હોવાથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અરજી અંગે કહ્યું હતું કે, સામાજીક બદલાવને ધ્યાને રાખીને જાતિય સમાનતા અને અગાઉ અપાયેલા ચૂકાદાઓનું ફરીથી પરિક્ષણ કરવાની જરૂર છે. જ્યારે કેન્દ્ર સરકારે કલમ 497ની માન્યતાને પડકારતી અરજી રદ કરવાની માગણી કરી હતી. વધુમાં કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે આ કાયદાની સમિક્ષા લો કમિશન અગાઉથી જ કરી રહ્યું છે.સુપ્રીમે અંતમાં સમગ્ર મુદ્દો બંધારણિય ખંડપીઠને રિફર કર્યો હતો.
કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે, કલમ 497 લગ્ન જેવા રીતરીવાજનું સમર્થન કરે છે અને તેનું રક્ષણ કરે છે. વ્યભિચાર અંગેનો કાયદો ભારતીય સંસ્કૃતિ અને તેના રિવાજને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યો છે. વધુમાં કેન્દ્રએ કહ્યું હતું કે, લો કમિશન સમગ્ર મામલાનું પરિક્ષણ કરી રહ્યું છે અને તેના અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
 જે જોગવાઈને પડકાર ફેંકવામાં આવ્યો છે તેને ખુબ જ બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલી જોગવાઈ છે જેથી લગ્ન જેવી સંસ્થાને રક્ષણ આપી શકાય છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર લોકોની દલીલ હતી કે, મહિલાઓને અલગ રીતે જોઈ શકાય નહીં. કારણ કે, આઈપીસીની કોઇપણ કલમમાં વિરોધાભાષની સ્થિતિ નથી. લો કમિશન દ્વારા આ સમગ્ર મામલામાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેના અંતિમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
 
sc/stને પ્રમોશનમાં અનામત મામલે વચગાળાનો આદેશ નહીં: સુપ્રીમ
નવી દિલ્હી, તા. 11: સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ/ જનજાતિઓને બઢતીમાં અનામત આપવાના મામલે 06ના પોતાના પૂર્વ આદેશ વિરુદ્ધ વચગાળાનો આદેશ જારી કરવાનો સર્વોચ્ચ અદાલતે આજે ઈનકાર કર્યો હતે. આ મામલો સંપન્ન વર્ગ (ક્રિમી લેયર)ને લાગુ કરવા સાથે સંકળાયેલો છે.
મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) દિપક મિશ્રાના વડપણવાળી બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત એટર્ની જનરલ (એજી)કેકે વેણુગોપાલે જણાવ્યું હતું કે 7 ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ચે આ મામલાની તત્કાળ સુનાવણી કરવી જોઈએ, કારણ કે વિભિન્ન અદાલતી ફેંસલાઓથી ઉદ્ભવેલા ભ્રમના કારણે રેલવે અને સેવાઓમાંની લાખો નોકરીઓ અટકી પડી છે. બંધારણીય બેન્ચ સમક્ષ ઓલરેડી અનેક મામલા પડતર છે ત્યારે આ મામલાને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં હાથ ધરી શકાશે એમ બેન્ચે જણાવ્યું હતું.
એમ. નાગરાજ અને અન્યો વિરુદ્ધ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાવાળા 06ના કેસમાં અપાયેલા ફેંસલા
વિશે ફેરવિચાર કરવાની જરૂર છે કે  નહીં તે જ એકમાત્ર બાબત પાંચ  જજની બંધારણીય બેન્ચ જોઈ જશે
એમ સર્વોચ્ચ અદાલતે ગઈ  તા. 1પ નવે.ના તેના ફેંસલામાં જણાવ્યું હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer