થાઇલેન્ડનાં બાળકો અસલી નાયક: ફૂટબોલ જગત વારી ગયું

થાઇલેન્ડનાં બાળકો અસલી નાયક: ફૂટબોલ જગત વારી ગયું
મોસ્કો, તા.11: થાઇલેન્ડના બહાદૂર અને લડાયક ફૂટબોલ બાળ ખેલાડીઓ ભલે ફીફા વર્લ્ડ કપનો ફાઇનલ જોઇ શકશે નહીં પણ આ બાળકોને ફૂટબોલના તમામ ખેલાડીઓએ નાયક અને વિજેતા બતાવ્યા છે. થાઇલેન્ડની ગુફામાંથી કોચ સહિત તમામ બાળ ફૂટબોલરો ગઇકાલે સુરક્ષીત બહાર આવી ચૂક્યા છે. ફ્રાંસના ખેલાડી પોલ પોગ્બાએ સેમિની બેલ્જિયમ સામેની જીત આ બહાદૂર બાળકોને સમર્પિત કરી છે. તેણે બાળકોનો ફોટો ટ્વિટ કરીને લખ્યું છે કે આ જીત આજના નાયકોને સમર્પિત. શાબાશ બાળકો. તમે ઘણા મજબૂત છો.
ઇંગ્લેન્ડના ડિફેન્ડર કાઇલ વાકરે ક્રોએશિયા સામેના સેમિ પહેલા ટ્વિટ કર્યું છે કે આ બાળકોને અમે ઇંગ્લેન્ડની જર્સી મોકલશું. ફીફાએ આ તમામ બાળકો હાલ સારવાર હેઠળ હોય ફાઇનલમાં હાજર રહેશે નહીં તેમ જણાવ્યું છે, પણ અમે તેમને કોઇ મોકા પર જરૂર આમંત્રિત કરશું તેમ કહ્યંy છે. ફૂટબોલના બીજા દિગ્ગજ ખેલાડીઓએ થાઇલેન્ડની ગુફામાંથી બહાર આવેલાં બાળકોને અસલી ચેમ્પિયન કહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer