પત્રલેખા 10 વર્ષ બાદ સ્કોટલૅન્ડમાં વૅકેશન માણે છે

પત્રલેખા 10 વર્ષ બાદ સ્કોટલૅન્ડમાં વૅકેશન માણે છે
છેલ્લે ફિલ્મ ‘નાનુ કી જાનુ’માં દેખાયેલી અભિનેત્રી પત્રલેખાએ પોતાના કામમાંથી ટૂંકો બ્રેક લીધો છે અને લગભગ 10 વર્ષના લાંબા ગાળા બાદ હાલમાં તે પોતાનાં માતાપિતા સાથે સ્કોટલૅન્ડમાં વૅકેશન ગાળી રહી છે. પત્રલેખા શિલોંગની રહેવાસી છે અને તેના પેરન્ટસ હજી પણ ત્યાં જ વસવાટ કરે છે.
પોતાના વતનથી દૂર અને પરિવારથી પણ વિખૂટી રહેતી પત્રલેખા માટે તેની વ્યસ્ત લાઈફ સ્ટાઈલને સંભાળવાનું સરળ નથી. ‘મારાં ભાઈબહેનો અને હું બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યાં છીએ તેથી દર વર્ષે શિયાળાની વાર્ષિક રજાઓમાં અમારાં માતાપિતા અમને ફરવા લઈ જતાં હતાં. જોકે, હવે અમે બધાં જુદાં જુદાં શહેરોમાં રહેતાં હોવાથી જ્યારે પણ સમય મળે ત્યારે અમે સહપરિવાર વૅકેશન માણીએ છીએ’ એમ પત્રલેખાએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer