થિયેટર આર્ટિસ્ટોને ગુજરાન ચલાવવા માટે ટીવી-ફિલ્મોમાં કામ કરવું પડે છે : સંજય મિશ્રા

થિયેટર આર્ટિસ્ટોને ગુજરાન ચલાવવા માટે ટીવી-ફિલ્મોમાં કામ કરવું પડે છે : સંજય મિશ્રા

નેશનલ સ્કૂલ અૉફ ડ્રામામાં અભિનયના પાઠ શીખનારા સંજય મિશ્રાનું બચપણ વારાણસીમાં વીત્યું હતું. જે આજે સાંસ્કૃતિક ધરોહર ધરાવતું શહેર બની ગયું છે. સંજયે જણાવ્યું હતું કે ‘રંગમંચના કલાકારોએ ગુજરાન ચલાવવા માટે ટીવી અને ફિલ્મોમાં કામ કરવું પડે છે, કારણ કે ફક્ત નાટકોમાં કામ કરવાથી ખાસ કંઈ વળતું નથી.’
સંજય એવો અભિપ્રાય ધરાવે છે કે સરકારે નાના બજેટવાળી ફિલ્મોને પ્રોત્સાહન આપવું જોઈએ તેમ જ આવી ફિલ્મોને ટૅક્સશનથી મુક્તિ આપવી જોઈએ કેમ કે આવી ફિલ્મો કંઈ 100 કરોડ કે 200 કરોડ રૂપિયાની કમાણી કરવાની નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer