અમૃતા શેર-ગિલ પર બાયોપિક બનાવવા માગે છે: દિયા મિર્ઝા

અમૃતા શેર-ગિલ પર બાયોપિક બનાવવા માગે છે: દિયા મિર્ઝા

અભિનેત્રી દિયા મિરઝાએ તાજેતરમાં જણાવ્યું હતું કે પોતે સ્વર્ગસ્થ પેઈન્ટર અમૃતા શેર-ગિલ પર બાયોપિક બનાવવા માગે છે. ‘મને અનેક સત્યઘટનાત્મક લાઈફ સ્ટોરીઝે પ્રભાવિત કરી છે, પરંતુ તેમાંથી મને અમૃતા શેર-ગિલ ખૂબ જ ગમી ગઈ છે અને કોઈ મને પૂછે તો હું તેના પર જ ફિલ્મ બનાવવાનું પસંદ કરીશ, કારણ કે અમૃતા એવી મહાન આર્ટિસ્ટ હતી, જેણે વિશ્વભરમાં પોતાની કલાની છાપ છોડી હતી.’ અમૃતા શેર-ગિલને બાળકો ખૂબ જ ગમતાં હતાં, પણ તેનું યુવાન વયમાં જ અવસાન થયું હતું. આ પ્રખ્યાત હંગેરિયન - ભારતીય પેઈન્ટરને 20મી સદીની એક મહાન મહિલા આર્ટિસ્ટ તરીકે નામના મળી હતી અને ફક્ત 19 વર્ષની ટીનેજ વયમાં તેની પ્રથમ કલાકૃતિને માન્યતા મળી હતી, જે ‘યંગ ગર્લ્સ’ (1932) ટાઈટલ ધરાવતું અૉઈલ પેઈન્ટિંગ હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer