‘સ્ટારડમ’ ક્ષણિક છે : સોનમ કપૂર

‘સ્ટારડમ’ ક્ષણિક છે : સોનમ કપૂર

સ્ટાર-કિડ સોનમ કપૂર-આહુજા ખૂબ જ સારી રીતે જાણે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કીર્તિ મેળવવાનું ખૂબ જ મુશ્કેલ છે, પણ પતન તેટલું જ સરળ છે. અત્યાર સુધી સફળ ફિલ્મોમાં કામ કરવા છતાં જેનામાં અભિમાનનો છાંટોય વર્તાતો નથી એવી સોનમનું કહેવું છે કે સ્ટારડમ એ વાસ્તવિક નહીં, પરંતુ સંક્રામિક છે.
‘હું આવું માનું છું કેમ કે મારો જન્મ તેમ જ ઉછેર આ જ ઇન્ડસ્ટ્રીમાં થયો છે. મને ખબર છે કે જે ચડે તે પડે છે, તેથી મહત્ત્વની એ વાત છે કે તમે જમીન પર જ રહો અને સમજો કે પ્રસિદ્ધિ કે કીર્તિ ક્ષણભંગુર છે તે આજે છે અને કાલે નથી.’ એમ સોનમે કહ્યું હતું નવપરિણીત દંપતી એટલે કે સોનમ અને આનંદ આહુજા ટૂંક સમયમાં તેમના બાંદરાસ્થિત નવા એપાર્ટમેન્ટમાં રહેવા જશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer