મોબાઇલ રિપેરીંગના બે સપ્તાહના વ્ય. તાલીમ વર્ગ યોજાશે

રાજકોટ: નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. (ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ) તથા કચ્છ- સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવીટી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે બે સપ્તાહના વ્યવસાયલક્ષી મોબાઇલ રિપેરીંગ સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ વર્ગનું આયોજન તા.25 જૂનથી સવારે 10 થી 1 વાગે કેએસપીસીના બાન હોલ, 6  રજપૂતપરા, ચેતના ડાઇનીંગ હોલની સામે, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

મોબાઇલ રિપેરીંગ ક્ષેત્રમાં પોતાનું ભાવિ ઉજ્વળ બનાવવા ઇચ્છતા કોઇપણ યુવાનો આ કાર્યક્રમમાં જોડાઇ શકશે.
આ વ્યવસાયલક્ષી તાલીમ વર્ગ કેન્દ્ર સરકાર માન્ય છે જેમાં રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતફેકલ્ટી દ્વારા  તાલીમ આપવામાં આવશે.
કાર્યક્રમમાં નિયમિત ઉપસ્થિત રહેનારને કેન્દ્ર સરકારનું સર્ટીફિકેટ આપવામાં આવશે. કાર્યક્રમમાં મોબાઇલ રિપેરીંગ, સોફટવેર ઇન્સ્ટોલેશન, મોબાઇલ સર્વિસ, બેઝીક, ઇલેકટ્રોનીકસ, એસેમ્બલીંગ, ડીસેમ્બલીંગ, ટુલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટસ, પાર્ટસ ઓફ મોબાઇલ, ટેસ્ટીંગ માયથોલોજી, સોલ્ડરીંગ, ડીસોલ્ડરીંગ, ડીફરન્ટ આઇસી, ફોલ્ટ ફાઉન્ડીંગ, ટ્રબલ શુટીંગ, ફેસીંગ એન્ડ ફોર્મેટીગ વિગેરે વિષયો ઉપર તાલીમ આપવામાં આવશે.
કાર્યક્રમમાં ધોરણ 10/12 અથવા આઇટીઆઇ/ડીપ્લોમાના કોઇપણ વિદ્યાર્થી  જોડાઇ શકે છે. આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન અને કાર્યક્રમની વિગત માટે ફોન નં.0281-2226935 અથવા મો.7228910100 (કેએસપીસી) ઉપર સંપર્ક કરવા કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઇ મજીઠિયાની યાદીમાં જણાવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer