રાજકોટવાસીઓને જુદાં જુદાં ક્ષેત્રોમાં સ્કિલવાન બનાવશે ગ્લોબલ સ્કિલ એકેડેમી

4-4 માસના ટૂંકા ગાળાના તાલીમવર્ગો માટે ભારતના ખ્યાતનામ પ્રોફેશનલો આવશે: મેહુલ રૂપાણી
રાજકોટ, તા.15: રાજકોટવાસીને સ્કિલફુલ બનાવવાના હેતુસર આગામી માસથી ગ્લોબલ સ્કિલ એકેડમી શરૂ થઇ રહી છે. જેમાં સ્કૂલ્સ સાથે સ્કિલનું જોડાણ કરવા ઉપરાંત ફનથી ફાયનાન્સ ટેલેન્ટથી ટ્રેજર (ખજાનો) સુધીની રાજકોટના નગરજનોને સફર કરાવવાની અમારી નેમ છે, એમ ગ્લોબલ સ્કિલ એકેડેમીના મેહુલ રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ગ્લોબલ સ્કિલ એકેડેમી પ્રથમ તબક્કામાં 12 સ્કિલરૂપી બાસ્કેટ લઇને આવી રહ્યું છે. જેમાં (1) એક્ટિંગ સ્કિલ (2) ફિલ્મ મેકિંગ (3) ડાન્સ (4) મ્યુઝિક (5) આર્ટ (6) રોબોટિક્સ, (7) બિઝનેશ સ્કૂલ, (8) એન્ટર પ્રિમિયર સ્કૂલ (9) કોમોડિટી એન્ડ સ્ટોક એક્સચેન્જ (10) કમ્પ્યુટર - એનરોઇડ ડેવલપમેન્ટ (11) ફોરેન લેંગ્વેજ સ્કૂલ અને (12) માસ કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે.
મેહુલ રૂપાણીએ કહ્યું કે, આ 12 સ્કિલ શીખવવા માટે ભારતના પ્રોફેશનલ ખ્યાતનામ લોકો સુભાષ ધઇ, દિલીપ જોશી, સરમન જોશી, મનોજ જોશી, ભવ્ય ગાંધી (ટપુ), ડાન્સર ધર્મેન્દ્ર ડી., મ્યુઝિકમાં સચીન-જીગરની જોડી, ભૂમિ ત્રિવેદી, આઇઆઇએમ-અમદાવાદના પ્રાધ્યાપકો, ઇડીઆઇના એક્સપર્ટ પ્રોફેસરો રાજકોટ આવશે.
તેમણે કહ્યું કે, મોનસૂન સ્કૂલ તા.8 જુલાઇથી 14 ઓક્ટોબર સુધી ચાલશે. વિન્ટર સ્કૂલ 18 નવેમ્બરથી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. તે પછી સમર સ્કૂલ યોજાશે. તેનો સમય બપોરે 3.30થી 5.30 અથવા 6.30થી 8.30નો રહેશે. સોમ - મંગળ - બુધવાર એ ત્રણ દિવસ અથવા ગુરુ - શુક્ર - શનિવાર એ ત્રણ દિવસ અભ્યાસ માટેના પસંદ કરવાના રહેશે.
7 વર્ષથી 70 વર્ષ સુધીના કોઇપણ લોકો આમાંથી જે કાંઇ શીખવા ઇચ્છુક હોય તે શીખી શકશે, એમ જણાવી મેહુલ રૂપાણીએ કહ્યું કે, આ માટેની ફી રૂ.20 હજાર રહેશે.
આ તમામ 12 સ્કિલ રાજકોટની ખ્યાતનામ સ્કૂલો એસ.એન. કણસાગરા સ્કૂલ, આર.કે.સી. સ્કૂલ, ધોળકિયા સ્કૂલ, મોદી સ્કૂલ તથા જીનિયસ સ્કૂલ અને ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલમાં એક્ટિંગ, ફિલ્મ મેકિંગ, ડાન્સ, મ્યુઝિક, આર્ટ અને રોબોટિક્સ સ્કિલ શીખવવામાં આવશે.
રાજકોટની યુનિવર્સિટી જેવી કે, મારવાડી યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી તથા આત્મીય યુનિવર્સિટીમાં બિઝનેશ સ્કૂલ, એન્ટરપ્રેનિયર સ્કૂલ, કોમોડિટી એન્ડ સ્ટોક એક્સચેન્જ તથા કોમ્પ્યુટર સ્કિલ શીખવવામાં આવશે.
રાજકોટની કોલેજો જેવી કે એચ.એન. શુક્લ કોલેજ, વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ તથા ગાર્ડી વિદ્યાપીઠમાં ફોરેન લેન્ગેંજ સ્કિલ તથા માસ કોમ્યુનિકેશન શીખવવામાં આવશે.
રાજકોટમાં મેગા ભરતી મેળો પણ યોજાશે: રૂપાણી
ગ્લોબલ સ્કિલ એકેડેમીની પત્રકાર પરિષદમાં મેહુલ રૂપાણીએ રાજકોટમાં મેગાભરતી મેળો યોજવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કોલેજોનાં છેલ્લાં વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને રીયલ જોબ અપાવવા ગુજરાત સરકારના સહકારથી મોટી મોટી બધી કંપનીઓ જુલાઇ માસથી આવવાની શરૂ થશે. જાન્યુઆરી સુધીમાં 60થી 70 કંપનીઓ આવશે અને જુદી જુદી કોલેજો, યુનિવર્સિટીઓમાં જઇને વિદ્યાર્થીઓની પસંદગી કરશે. રૂપાણીએ કહ્યું કે, પસંદગી પામેલા વિદ્યાર્થીઓને એક વર્ષ એડ હોક ધોરણે નોકરી મળે છે. પછી તેને કન્ફર્મ કરવામાં આવે છે પણ અહીં જે વિદ્યાર્થીઓ પસંદગી પામશે તેમને અમે છ મહિનાની તાલીમ આપીશું અને તાલીમ પામેલા ઉમેદવારોને કંપનીમાં મોકલીશું આથી તેમને સીધી જ કન્ફર્મ જોબ મળી જાય.
 
આ વ્યવસાયલક્ષી તાલીમ વર્ગ
કેન્દ્ર સરકાર માન્ય છે જેમાં રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાત ફેકલ્ટી દ્વારા  તાલીમ આપવામાં આવશે.
કાર્યક્રમમાં નિયમિત ઉપસ્થિત રહેનારને કેન્દ્ર સરકારનું સર્ટીફિકેટ આપવામાં આવશે. કાર્યક્રમમાં મોબાઇલ રિપેરીંગ, સોફટવેર ઇન્સ્ટોલેશન, મોબાઇલ સર્વિસ, બેઝીક, ઇલેકટ્રોનીકસ, એસેમ્બલીંગ, ડીસેમ્બલીંગ, ટુલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટસ, પાર્ટસ ઓફ મોબાઇલ, ટેસ્ટીંગ માયથોલોજી, સોલ્ડરીંગ, ડીસોલ્ડરીંગ, ડીફરન્ટ આઇસી, ફોલ્ટ ફાઉન્ડીંગ, ટ્રબલ શુટીંગ, ફેસીંગ એન્ડ ફોર્મેટીગ વિગેરે વિષયો ઉપર તાલીમ આપવામાં આવશે.
કાર્યક્રમમાં ધોરણ 10/12 અથવા આઇટીઆઇ/ડીપ્લોમાના કોઇપણ વિદ્યાર્થી  જોડાઇ શકે છે. આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન અને કાર્યક્રમની વિગત માટે ફોન નં.0281-2226935 અથવા મો.7228910100 (કેએસપીસી) ઉપર સંપર્ક કરવા કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઇ મજીઠિયાની યાદીમાં જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer