બીએપીએસના આઠ હજારથી અધિક હરિભક્તો ઘરસભામાં જોડાયા

રાજકોટ: બીએપીએસના હરિભક્તોના આઠ હજારથી અધિક પરિવારો એકસાથે ઘરસભામાં જોડાયા હતા અને શ્રી પ્રમુખ સ્વામી મહારાજને ઘરસભાના માધ્યમ દ્વારા ભક્તિ અર્ધ્ય અર્પણ કરાયું હતું. જેમાં ધૂન, કિર્તન, સમૂહગાન, વાંચનમાં ભીડો વેઠી રાજી કર્યા, ગોષ્ઠિ રમત એક્ટિવિટી, ગુરુઋણ અદા કેમ કરીએ વગેરેનો સમાવેશ થતો હતો.
ઘરસભાએ ન માત્ર ધર્મને અનુસરતી વ્યક્તિઓ માટે પરંતુ કોઇપણ બિનધર્મી તેમજ પરધર્મી વ્યક્તિ માટે એટલી જ અસરકારક સાબિત થઇ છે. જેના પરિણામે જે તે વ્યક્તિના જીવનમાં ગૃહશાંતિ અને પારિવારિક એકતા તેમજ જીવનલક્ષી મૂલ્યોમાં વધારો થયો છે. ઘરસભા જીવનશાંતિનું સર્વસ્વીકૃત માધ્યમ છે.
પરિવારમાં સંપ માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે, ‘જો પરિવારમાં સંપ હશે તો સત્સંગનું અને ભગવાન ભજવાનું સુખ તથા આનંદ આવશે અને તેના માટે એકબીજા માટે ખમવું, ઘસાવું, મનગમતું મૂકવું અને અનુકૂળ થવું.’ આમ, દુનિયાના કોઇપણ છેડે રહેલો વ્યક્તિ ઘરસભાના માધ્યમને અજમાવી પોતપોતાનાં વ્યક્તિગત, પારિવારિક જીવન તેમજ રાષ્ટ્રને ઉન્નતિના માર્ગે દોરી શકે છે.
તારીખ 17 જૂને શ્રી પ્રમુખ સ્વામી મહારાજને એમના ગુરુ બ્રહ્મસ્વરૂપ શાત્રીજી મહારાજે બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરી ચાદર ઓઢાડી હતી. તેને 68 વર્ષ પૂર્ણ થતા એમને પ્રિય એવા ઘરસભાના માધ્યમ દ્વારા ભક્તિઅર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer