એક માસ પહેલા સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલક ઝડપાયો

યુવાન ઉપર માતા-પુત્રી સહિત ચારનો ધોકાથી હુમલો
ત્રણ યુવાન ઉપર હિસ્ટ્રીશીટર સહિતની ટોળકીનો
તલવાર-ધોકાથી હુમલો
દારૂ ભરેલી બે કાર ઝડપાઇ : એક શખસ પકડાયો

રાજકોટ, તા.17 : મવડી વિસ્તારમાં રહેતી સગીરાનું એક માસ પહેલા શ્રીનાથજી સોસાયટીમાં રહેતો દિનેશ વસ્તાભાઈ વાંક નામનો બોરીચા રિક્ષાચાલક અપહરણ કરી ગયાની મા.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
દરમિયાન પીઆઈ ચુડાસમા તથા એએસઆઈ પરેશભાઈ જારીયા, જાવેદહુશેન રીઝવી અને અરુણ બાંભણીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને દિનેશ વાંક સગીરા સાથે જુનાગઢ રહેતો હોવાની બાતમીના આધારે જુનાગઢથી દિનેશ વાંકને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું  હોવાનું ખુલતા પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવાન : કોઠારિયા ગામે ગદાધર સોસાયટીમાં રહેતો સંજય રવજીભાઈ જાદવ નામનો કોળી યુવાન પટેલનગર-6માં ખોડીયાર ફોર્જીંગ નામના કારખાનામાં કામ કરતો હતો ત્યારે બાબરીયા કોલોનીમાં રહેતી અને સાથે કામ કરતી ભુમી અને તેની માતા શાંતિબેન સાથે કામ બાબતે વાતચીત થયા બાદ ઝઘડો થયો હતો અને માતા-પુત્રી અને તેના બે અજાણ્યા સાગરીતોએ ધોકાથી હુમલો કરી નાસી છુટયા હતા. આ અંગે પોલીસે સંજય કોળીની ફરિયાદ પરથી માતા-પુત્રી અને બે અજાણ્યા શખસો સામે ગુનો નેંધી શોધખોળ શરૂ કરી હતી.
હુમલો : જંગલેશ્વર મેઈન રોડ પરના રાધાકૃષ્ણ ચોકમાં રહેતા સિધ્ધાર્થ ઉર્ફે તુષાર ભાનુભાઈ મેતા નામના આહીર યુવાન અને તેના બે મિત્રો રણજીત ભીખુ ચાવડા અને પ્રકાશ રાજભાઈ હુંબલ ઉપર ગોવિંદનગર મેઈન રોડ પરની સુર્યોદય સોસાયટીમાં આવેલી પાનની દુકાન પાસે સાગર સોસાયટીમાં રહેતા વિશાલ પાચા કાનકડ, પાચા કાનકડ, યશ વલકુ આહીર અને ચાર અજાણ્યા શખસોએ તલવાર-ધોકાથી હુમલો કરતા ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસે સિધ્ધાર્થ ઉર્ફે તુષાર મેતાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સિધ્ધાર્થ ઉર્ફે તુષાર આહીરને બે દિવસ પહેલા વિશાલ પાચા કાનકડ સાથે ઝઘડો થયો હતો. તેનો ખાર રાખીને સમાધાન કરવા માટેથી સુર્યોદય સોસાયટીમાં બોલાવ્યા હતા અને બાદમાં હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.
દારૂ :લાલબહાદુર સોસાયટી પાસેના જીઈબી સબ સ્ટેશન પાસેથી પોલીસે આજી વસાહતના ખોડીયારનગરમાં રહેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા નામનો ગરાસીયા શખસ કાર લઈને નીકળતા ઝડપી લીધો હતો અને કારની તલાસી લેતા તેમાંથી 14 પેટી દારૂ મળી આવતા કાર- દારૂ-બે મોબાઈલ મળી કુલ રૂ.ર.ર8 લાખનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી.
તેમજ આહીર ચોક પાસેથી પોલીસે કારને ઝડપી લઈ તલાસી લેતા તેમાંથી 66 બોટલ દારૂ મળી આવતા દારૂ-કાર મળી કુલ રૂ.1.ર7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે કારચાલક સહિતના નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer