પેટ્રોલ-ડીઝલ એક્સાઇઝ કાપથી સરકારી ખજાનાને મોટી ખોટ પડશે

પેટ્રોલ-ડીઝલ એક્સાઇઝ કાપથી સરકારી ખજાનાને મોટી ખોટ પડશે
પ્રત્યેક એક રૂપિયાના ઘટાડાથી  13 હજાર કરોડનો ફટકો પડી શકે : મૂડી’સ દ્વારા ચેતવણી

નવી દિલ્હી, તા. 17 : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝમાં કોઇપણ પ્રકારના ઘટાડા પર સરકારી ખર્ચમાં પણ તેટલો જ કાપ નહીં મુકાય તો પ્રત્યેક એક રૂપિયાના ઘટાડાથી સરકારી ખજાનાને લગભગ 13 હજાર કરોડ રૂપિયાનું મહેસૂલી નુકસાન જશે તેવી ચેતવણી રેટિંગ એજન્સી મૂડી’સ તરફથી અપાઇ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે મોદી સરકાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો નીચી લાવવા માટે એક્સાઇઝ ડયૂટી પર કાપ મૂકવાનું દબાણ વધી રહ્યું છે. ભારત માટે અત્યારે સૌથી મોટો પડકાર સરકારી તિજોરીની હાલત વધુ મજબૂત કરવાનો છે, જે અન્ય બીબીએ રેટિંગવાળા દેશની તુલનામાં સૌથી ઓછી મજબૂત છે. મૂડી’સ ઇન્વેસ્ટર સર્વિસના ઉપાધ્યક્ષ અને સિનિયર ક્રેડિટ ઓફિસર વિલિયમ ફોસ્ટરે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝમાં કે કોઇપણ અન્ય મહેસૂલી કાપની ભરપાઇ માટે અન્ય ખર્ચામાં ઘટાડો જરૂરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer