22.50 કરોડના મૂલ્યની જમીનમાંથી દબાણો દૂર

22.50 કરોડના મૂલ્યની જમીનમાંથી દબાણો દૂર

વોર્ડ નં.9માં વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત
9 સ્થળોએ માર્જીનમાં થયેલા ઓટા તથા છાપરાનું ડિમોલિશન
રાજકોટ તા.12 : મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ શહેરના ન્યુ રાજકોટ હેઠળના રૈયાધાર વોટર વર્કસથી નવા ગાર્બેજ સ્ટેશન તરફના 24 મીટર ડી.પી.રોડ તથા રૈયા રોડ પર વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.9માં પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા કાચા-પાકા મકાનો, કમ્પાઉન્ડ વોલ, ઝુંપડા મળી કુલ 27 દબાણ દૂર કરવામાં આવ્યાં છે અને આશરે 22.50 કરોડની કિંમતની 5000 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે.
આ ઉપરાંત 9 સ્થળોએ પાર્કિગ તથા માર્જીનમાં થયેલા ઓટા તથા છાપરાના દબાણો દૂર કરવામાં આવ્યાં છે. જેમાં એચ જીન્સ કલબનું સાઈન બોર્ડ દૂર કરવામાં આવ્યું છે જ્યારે રામ ઔર શ્યામ ગોલા તથા પાર્થ ગ્લાસ, ઓમ ડીજીટલ, અમૂલ પાર્લર, ક્રિએટીવ સેલ્સ, રાધે ડેરી ફાર્મ, પુજા ઈલેક્ટ્રોનિક્સ તથા શિવશક્તિ સ્ટીલનું સાઈન બોર્ડ દૂર કરવામાં આવ્યું હોવાનું ટીપીઓ સાગઠિયાની યાદીમાં જણાવાયું છે.
6 કિલો વાસી મીઠાઇ- ફરસાણનો નાશ કરાયો
રૈયાધાર મેઇન રોડ પર ફુડ અને આરોગ્ય શાખાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા આશાપુરા પ્રોવિઝન સ્ટોર, જે.પી. પાન એન્ડ કોલ્ડ્રીંકસ, બ્રહ્માણી પ્રોવિઝન સ્ટોર, શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર, કિસ્મત પાન એન્ડ કોલ્ડ્રીંકસ, રવિરાંદલ પ્રોવિઝન સ્ટોર, સિંધોઇ પાન એન્ડ ટી સ્ટોલ, શિવશક્તિ ડેરી ફાર્મ, શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર, શ્રીજી પ્રોવિઝન સ્ટોર, મોમાઇ પાન, શીંગાળા પાન, સાગર પાનમાં ભગવતી પાન પાસે ફુડ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન નંબર ન હોવા સબબ નોટીસ ફટકારવામાં આાવી હતી. જયારે ખુલ્લામાં રાખેલા 6 કિલો ફરસાણ- મીઠાઇનો નાશ કરવામાં આવ્યો હતો
4 કિલો પ્લાસ્ટિક જપ્ત: 11 આસામીને દંડ
વન વીક વન રોડ સફાઇ ઝુંબેશના ભાગરૂપે રૈયા ચોકડીથી રૈયા ગામ સુધીના વિસ્તારમાં સોલીડ વેસ્ટ શાખા દ્વારા કુલ 10 સફાઇ કામદારોને સાથે રાખી સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં સફાઇ થયા બાદ જાહેરમાં કચરો ફેંકવા સબબ અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરવા બદલ 11 આસામી પાસેથી રૂ. 3850નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો તેમજ 4 કિલો પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer