મોદી ગુરુ અડવાણીનો આદર કરતા નથી : રાહુલના પ્રહાર

મોદી ગુરુ અડવાણીનો આદર કરતા નથી : રાહુલના પ્રહાર
મુંબઈ, તા. 12 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે અહીં એક સભા સંબોધતાં આગામી વિધાનસભા ચૂંટણીઓ તેમજ 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને હરાવવાનો દાવો કર્યો હતો.
રાહુલે વડાપ્રધાન તેમજ ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી તેમના ગુરુ લાલકૃષ્ણ અડવાણીનો આદર નથી કરતા. એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષે એવો દાવો પણ કર્યો હતો કે, વાજપેયીજી બીમાર પડયા તો સૌથી પહેલો હું તેમને મળવા ગયો હતો. અડવાણીજી મોદીના ગુરુ છે, પરંતુ મેં અનેક અવસરોમાં જોયું છે કે, વડાપ્રધાન તેમનું સન્માન કરતા નથી તેવું રાહુલે ઉમેર્યું હતું.
ભાજપને કર્ણાટકમાં હાર ખમવી પડી, ગુજરાતમાં મુશ્કેલીથી સત્તા બચાવી હવે 2019માં પણ ભાજપને હારવું પડશે, તેવો દાવો તેમણે કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer