સરકારની આર્થિક નીતિ સામે નિરાશા વધી : RBIનો સર્વે

સરકારની આર્થિક નીતિ સામે નિરાશા વધી : RBIનો સર્વે
નવી દિલ્હી, તા. 12 : નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિ સામે દેશની જનતામાં નિરાશા વધી છે તેવું તારણ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના એક સર્વેક્ષણમાં અપાયું છે.
આ સર્વે અનુસાર, ‘અચ્છે દિન’નાં વચનો આપનાર મોદી સરકારના શાસનમાં પ્રવર્તમાન આર્થિક સ્થિતિને લઈને નાખુશ જનતા પોતાની અપેક્ષાઓ પૂરી થતી જોઈ રહી નથી.
આરબીઆઈ દ્વારા મે-2018માં કરાવાયેલા કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે, એટલે કે ગ્રાહક વિશ્વાસ સર્વે અનુસાર, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા તે સમયની તુલનાએ અત્યારે ઉપભોક્તાઓમાં નિરાશા વધી છે.
આ સર્વેની સરખામણી  જૂન-2014ના સર્વેક્ષણ સાથે કરતાં અર્થવ્યવસ્થા પ્રત્યે ઉપભોક્તાઓનો દૃષ્ટિકોણ ઉત્સાહજનક દેખાતો નથી.
તાજા સર્વે પ્રમાણે, 48 ટકા જનતા એવું માની રહી છે કે વીતેલા એક વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે.
જો કે, આ સર્વેમાં સમાવી લેવાયેલા 31.9 ટકા વપરાશકારો એવું માની રહ્યા છે કે આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.
આમ, આર્થિક નીતિઓને લઈને મોદી સરકારનું રેટિંગ 16.1 છે.
��ગલે કદાચ રોકાણકારો અટકી ગયા હોઈ શકે છે ત્યારે હવે સરકાર એર ઈન્ડિયાનું પૂર્ણ વેચાણ કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer