જંગી કરજ માટે મોદી ઉપર આળ મુકતી વીડિયોકોન

જંગી કરજ માટે મોદી ઉપર આળ મુકતી વીડિયોકોન
નવી દિલ્હી તા. 12: વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિ. તેના પરના રૂ. 39 હજાર કરોડના કરજ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સર્વોચ્ચ અદાલત અને બ્રાઝિલની સરકારને જવાબદાર ગણાવી તેની પર દોષનો ટોપલો નાખ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ધીરાણકારો (બેન્કો) તરફથી થયેલી અરજી સ્વીકાર્યા પછી વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ દેવાળિયાપણાની કારવાઈનો સામનો કરતી થઈ છે. 6 માસમાં  બિડીંગ પ્રક્રિયા મારફત નવા માલિકને ખોળીને ઉકેલ પ્રક્રિયા શરૂ કરવા એસબીઆઈની આગેવાનીમાં બેન્કોએ અરજી કરી હતી. તેને પગલેં કંપનીએ અંકુશ પાછો મેળવવાની અપીલ કર્યાનું એક્ષ્ચેન્જના ફાઈલિંગમાં જાણવા મળે છે. પીએમ મોદીએ કરેલી નોટબંધીએ 16માં ટીવી માટેની કેથોડ રે ટયુબ બનાવવાન પુરવઠાને રુંધી નાખ્યો અને તેથી બિઝનેસ બંધ કરવો પડયો એમ કંપનીએ ફાઈલિંગમાં જણાવ્યું છે. તેલ અને ગેસનો બિઝનેસ બ્રાઝિલમાં તુમારશાહીમાં અટવાઈ ગયો, જયારે સુપ્રીમ કોર્ટે લાયસન્સો રદ કર્યા બાદ ટેલીકમ્યુનિકેશનના સાહસમાં ખોટ ગઈ એમ ફાઈલીંગમાં જણાવાયુ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer