સંઘ માનહાનિ કેસ ા રાહુલ સામે આરોપ ઘડાયા

સંઘ માનહાનિ કેસ ા રાહુલ સામે આરોપ ઘડાયા
મુંબઇ, તા. 12 : આરએસએસ માનહાનિ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને આંચકો આપતા ઘટનાક્રમમાં મહારાષ્ટ્રની ભીવંડી અદાલતે રાહુલ ગાંધી વિરુદ્ધ આરોપ ઘડયા છે. હવે રાહુલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 તળે કેસ ચાલશે. આ મામલાની નવી સુનાવણી 10મી ઓગસ્ટનાં થશે. અદાલતના ફેંસલા બાદ રાહુલે અદાલત બહાર પોતાની જાતને નિર્દોષ ગણાવીને મોદી સરકાર પર પ્રહાર કરતાં એવો આક્ષેપ કર્યો હતો કે, મારા વિરુદ્ધ ષડયંત્ર રચાયું છે. ભીવંડી કોર્ટ બહાર મીડિયા સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલા કરીને કહ્યું હતું કે, આ સરકાર વારંવાર મારા પર કેસ કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, 6 માર્ચ, 2014ના દિવસે એક ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ આરએસએસ મહાત્મા ગાંધીની હત્યા માટે જવાબદાર છે, તેવું કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer