અફઘાનિસ્તાનની સફર શાનદાર, પણ ભારત સામે ટકી શકશે નહીં: કાર્તિક

અફઘાનિસ્તાનની સફર શાનદાર, પણ ભારત સામે ટકી શકશે નહીં: કાર્તિક
બેંગ્લોર, તા.12: ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિક અફઘાનિસ્તાનની સોનેરી સફરનો પ્રશંસક છે, પણ આમ છતાં ગુરુવારથી શરૂ થતા ટેસ્ટમાં તેની ભારત સામે કસોટી છે. કાર્તિકે કહયું કે તેના સ્પિનરો ભલે સારા હોય પણ અનુભવ નથી. તે બધાએ જેટલા મેચ રમ્યા છે તેનાથી વધુ કુલદિપ યાદવે (24 પ્રથમ શ્રેણી મેચ) ચાર દિવસીય મેચ રમ્યા છે.
અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન (4), ઝહિર ખાન (7) અને મુજીબ ઝારદાન (0) મળીને 11 મેચ રમ્યા છે. કાર્તિકે એમ પણ કહયું કે અફઘાન સુકાનીએ એવું શું કામ કહયું કે અમારા સ્પિનરો ભારતથી વધુ સારા છે. તેની આ ભુલ ગણાય. અનુભવ મહત્વનો છે. જે ભારતીય ટીમ પાસે છે. અફઘાનિસ્તાનની પ્રગતિથી હું જરૂર ખુશ છું, પણ ટેસ્ટમાં તેઓ અમારી સામે ટકી શકશે નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer