શમીને ઇંગ્લેન્ડ પ્રવાસમાં ફિટ ઇચ્છે છે ટીમ

શમીને ઇંગ્લેન્ડ પ્રવાસમાં ફિટ ઇચ્છે છે ટીમ
બેંગ્લોર, તા.12: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી યો યો ટેસ્ટમાં ફેલ થવાને કારણે અફઘાનિસ્તાન સામેના એકમાત્ર ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. શમી પાછલા 3 મહિનાથી પારિવારિક મામલે પણ પરેશાન છે. તેની પત્ની હસીન જહાંએ તેના પર પોલીસ ફરિયાદ કરી છે.
શમીના બહાર થવા પર બીજું એક કારણ પણ બહાર આવ્યું છે. રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ રમાનાર ટેસ્ટ સિરીઝ પહેલા શમીને ફૂલી ફિટ જોવા ઇચ્છે છે. ટીમ મેનેજમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે શમીની પ્રતિભા પર કોઇને શક નથી. તે શાનદાર બોલર છે. ટીમ મેનેજમેન્ટ શમીને ઇંગ્લેન્ડ પ્રવાસમાં ફિટ જોવા માગે છે. શમી ઇંગ્લેન્ડ પ્રવાસનો અમારો મહત્વનો બોલર છે. આથી ટીમ શમીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે તેવું ઇચ્છે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer