રવિવારે ઓર્ગેનિક કાચી કેસર કેરીનું વેંચાણ તકમરીયાંનું સરબત વિનામ;લ્યે પાવામાં આવશે

રવિવારે ઓર્ગેનિક કાચી કેસર કેરીનું વેંચાણ તકમરીયાંનું સરબત વિનામ;લ્યે પાવામાં આવશે

રાજકોટ, તા. 24 : ફૂલછાબ અને નવરંગ નેચર ક્લબના ઉપક્રમે દર રવિવારે રાહતદરથી વિવિધ ચીજ વસ્તુઓ, ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ રવિવારે તા.27મીએ પણ રાહતદરથી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. ઉપરાંત આ રવિવારે તકમરીયાંનું સરબત વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.
1પ0 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે, પેટ્રોલપંપની બાજુમાં તા.27મીને રવિવારે સવારે 9 થી 1 દરમિયાન વિવિધ વસ્તુઓનું રાહતદરથી વિતરણ કરવામાં આવશે. આ અંગે નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ જણાવ્યું હતું કે, આ રવિવારે ઓર્ગેનિક કેસર કેરી (કાચી) મળશે. જેની કિંમત 10 કિલો બોક્સના પ00 થી 600 રૂપિયા રાખવામાં આવી છે.
આ ઉપરાંત વિવિધ જાતના શાકભાજીના બિયારણો જેવા કે દૂધી, રીંગણા, ચોળી, સરગવો, પપૈયા, ગાજર, પાલક વગેરેના બી એક પેકેટના 10 રૂપિયા લેખે મળશે. આ સિવાય 10 રૂપિયાનું પેકેટ સૂરજમુખીના બીનું પણ મળશે. સૂરજમુખીના બી કોઈપણ ઋતુમાં, કોઈપણ જમીનમાં વાવી શકાય છે. સૂરજમુખીના પાકેલ બીમાંથી મુખવાસ બને છે. આ ઉપરાંત કપડાંની થેલી પણ મળશે. કાપડના બોરા અને પાથરણા પણ રાહતદરે મળશે.
આ સિવાય, અગરબત્તી, એલોવેરા જેલ, લીમડા અને કોપરેલના સાબુ, સૂપના પેકેટ, મધ, હાથલા થોરની સરબતની બોટલો, દેશી પીણાના પાવડરો જેવા કે, આમળા, પંચામૃત, ગુલાબ, લેમન, કાચી કેરી વગેરેના પેકેટનું વેચાણ કરવામાં આવશે. લીલા નાળિયેર, હાથ વણાટના પાપડ મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer