શાપરની ઘટના સંદર્ભે કેંગી દિગ્ગજોના સાળંગપુરમાં ધરણા

શાપરની ઘટના સંદર્ભે કેંગી દિગ્ગજોના સાળંગપુરમાં ધરણા
અમદાવાદ, તા. 24 : રાજકોટ નજીક શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં ઢોર મારમારીને દલિત યુવાનની હત્યા કરવાની કરુણ, કલંકિત ઘટના સંદર્ભે અખિલ ભારતીય કેંગ્રેસ સમિતિના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કુ. શૈલજા અને પ્રદેશ કેંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પરનાળા ગામે મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ બાદમાં સારંગપુર ખાતે પ્રતીક ધરણા કર્યા હતા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતા કુ. શૈલજા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ કેંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિધ્ધાર્થભાઈ પરમાર, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, મહિલા કેંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, સ્થાનિક ધારાસભ્યો વગેરેએ લીંબડીના પરનાળા ગામે મૃતક મુકેશભાઈ વાણીયાના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. બાદમાં બોટાદ નજીકના સારંગપુર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાને પુષ્પાંજલિ આપીને પ્રતીક ધરણા કર્યા હતા.
ધરણા બાદ સાંજે ગાંધીનગર ખાતે રાજ્યપાલને દલિત સમાજ સાથે થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને વિવિધ માગણીઓ સાથેનું આવેદન આપ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer