કર્ણાટકમાં આજે કુમારસ્વામી સરકારનો ફ્લોર ટેસ્ટ

કર્ણાટકમાં આજે કુમારસ્વામી સરકારનો ફ્લોર ટેસ્ટ
બેંગલુરૂ, તા. 24 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ ભારે ઉથલપાથલના અંતે જેડીએસના કુમાસ્વામીએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા. હવે આવતીકાલે શુક્રવારે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. બહુમત સાબિત કરતા પહેલા ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ ઉમેદવારોમાંથી કોઈ એકને વિધાનસભા અધ્યક્ષ ચૂંટવામાં આવશે. આ પદ માટે ભાજપે સુરેશ કુમારનું નામ જાહેર કર્યું છે. સ્પીકરની ચૂંટણી બાદ કર્ણાટક વિધાનસભામાં બહુમત પરિક્ષણ કરવામાં આવશે. જેમાં કુમાર સ્વામીને બહુમત માટે 111ના સંખ્યાબળની જરૂરિયાત છે. જેમાં જેડીએસ-કોંગ્રેસ પાસે 114 વિધાયકોનું સંખ્યાબળ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer