આજે કલકત્તા અને હૈદરાબાદ વચ્ચે ‘ફાઈટ ટુ ફિનિશ’

આજે કલકત્તા અને હૈદરાબાદ વચ્ચે ‘ફાઈટ ટુ ફિનિશ’

વિજેતા ટીમ 27મીએ ફાઈનલમાં ચૈન્નઈ સુપર કિંગ્સ સામે ટકારાશે : સાંજે સાત વાગ્યે થશે પ્રસારણ
કોલકત્તા, તા. 24 : ઇન્ડિયન પ્રિમિયર લીગ-11ની બીજી ક્વાલિફાયર મેચમાં હવે આવતીકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. એલિમિનેટર મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ પર 25 રને જીત મેળવીને બીજી ક્વોલિફાયરમાં એન્ટ્રી કરી લીધી છે. રાજસ્થાન રોયલ્સના પડકારનો આની સાથે જ અંત આવ્યો હતો. જીત બાદ હવે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં ટીમના ખેલાડીઓનો જુસ્સો હવે આસમાન પર છે. જેથી સનરાઇઝ સામે પણ પડકાર ઉભા કરી શકે છે. છેલ્લી મેચમાં 19મી મેના દિવસે કોલક્તા નાઇટ રાઇડર્સે સનરાઇઝ પર પાંચ વિકેટે જીત મેળવી હતી. જેથી આવતીકાલની મેચમાં સનરાઇઝ સામે કોલકત્તા વધારે મજબૂત જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ ચેન્નાઇ સામે પ્રથમ ક્વાલિફાયર-1 મેચમાં કેટલીક ભૂલો કર્યા બાદ સનરાઇઝર્સ આ ભૂલોને સુધારીને જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. કેપ્ટન વિલિયમસન ચેન્નાઇ સામે ફ્લોપ રહ્યા બાદ આવતીકાલે ફરી એકવાર લાંબી ઇનિગ્સ રમે તેવી શક્યતા છે. બન્ને ટીમોમાં અનેક મજબુત ખેલાડી હોવાથી મેચ રોમાંચક રહેશે.
આ અગાઉ ક્વોલિફાયર રાઉન્ડમાં કલકત્તા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હાર આપી હતી. જેના પરિણામે આત્મવિશ્વાસમાં વધારો થયો છે.  ક્વોલિફાયર મેચમાં રાજસ્થાનની ટીમે કોઇ લડાયક દેખાવ કર્યો ન હતો. વિકેટો હાથમાં હોવા છતાં કોલકત્તા સામે જીત મેળવવા માટે પ્રયાસ કર્યા ન હતા. કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે રમાનારી મેચમાં હાઉસફૂલનો શો પણ હાઉસફૂલ રહેશે.આઈપીએલમાં લીગ તબક્કાની 56 મેચો પૂર્ણ થઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં પહોંચી હતી. જેમાં ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકત્તા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.રાજસ્થાનની ટીમ હવે બહાર  થઇ ચૂકી છે. ચેન્નાઇની ટીમ ફાઇનલમાં પહોંચી ચુકી છે. હવે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચમાં જે ટીમ વિજેતા બનશે તે ટીમ ફાઇનલમાં ચેન્નાઇ સામે ટકરાશે. આ મેચ 27મી મેના દિવસે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.
 
કેકેઆરને ઘરેલુ મેદાનમાં રમવાનો ફાયદો મળશે : કુલદીપ
બે વખત આઈપીએલ ચેમ્પિયન બનેલી કલકત્તા નાઈટ રાઈડર્સના સ્પિનર કુલદીપ યાદવ માને છે કે, આઈપીએલના બીજા ક્વોલિફાયર મેચમાં જ્યારે તેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે રમશે ત્યારે કેકેઆરને ઘરેલુ મેદાનમાં રમવાનો ફાયદો મળશે. કેકેઆરને બન્ને પ્લેઓફ મેચ ઈડન ગાર્ડનમાં રમવાનો મોકો મળ્યો હતો અને એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ચોથી જીત નોંધાવી હતી. કુલદીપે કહ્યું હતું કે, હૈદરાબાદ માટે મુંબઈ આવીને કલકત્તામાં રમવું પડકારરૂપ બનશે. મુંબઈની વિકેટમાં ઉછાળ હતો જ્યારે કલકત્તાની પીચ સ્પિનરો માટે અનુકુળ છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer