હું કંઈ સ્ટાર કિડ નથી: સના કપૂર

હું કંઈ સ્ટાર કિડ નથી: સના કપૂર
સુપ્રીયા પાઠક અને પંકજ કપૂર જેવાં ધુરંધર અને પ્રતિભાશાળી કલાકારોની પુત્રી સના કપૂરને એ વાતની ખુશી છે કે તેના માતાપિતાએ તેને માટે ફિલ્મ લોન્ચ કરવાની યોજના કદી બનાવી નહીં. સાવકાભાઈ શાહિદ કપૂર સાથે ‘શાનદાર’ (2015) ફિલ્મ દ્વારા રૂપેરી પરદે ડેબ્યૂ કરનારી સના શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ખજૂર પે અટકે’માં દેખાશે. હર્ષ છાયા દિગ્દર્શિત આ ફિલ્મ બ્લેક કોમેડી છે. કલાકારોના પરિવારમાંથી આવતી હોવા છતાં સનાએ જણાવ્યું હતું કે હું કંઈ સ્ટાર કિડ નથી, હા એ ખરું છે કે મારા મમ્મી-પપ્પા કલાકારો છે પરંતુ તેઓ ‘સ્ટાર્સ’ નથી. અમને પણ અમારી રીતે સંઘર્ષ તો કરવો જ પડતો હોય છે. ‘ખજૂર પે અટકે’ મા સનાનો રોલ મનોજ પાહવાની પુત્રીનો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer