મને એવું લાગે છે કે હું મહેશ ભટ્ટ છું: કરણ

મને એવું લાગે છે કે હું મહેશ ભટ્ટ છું: કરણ
રાઝી ફિલ્મના નિર્માતા પૈકીનો એક કરણ જાહેર આ ફિલ્મને મળેલી અભૂતપૂર્વ સફળતાથી આશ્ચર્યચકિત થઈ ગયો છે જ્યારે દિગ્દર્શક એ વાતથી રાજીના રેડ છે કે તેની આ ડાયરેક્ટોરિયલ વેન્ચર દ્વારા આલિયા ભટ્ટ જેવી પ્રતિભાશાળી અભિનેત્રી સાથે પ્રથમ વખત કામ કરવાની તક મળી છે.
ફિલ્મની સફળતાની ઉજવણી કરવા યોજાયેલી પાર્ટીમાં આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને પણ હાજરી આપી હતી. આ ફિલ્મની સફળતાથી ખુશ થયેલા કરણે કહ્યું હતું કે ‘મને આલિયા બાબતે ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કેમ કે તેણે ધર્મા પ્રોડક્સન્સની આઠ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેથી મને એવી લાગણી પણ થાય છે જાણે હું તેનો પિતા મહેશ ભટ્ટ હોઉ!

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer