રેસ-3ના સેટેલાઇટ રાઇટસ 100 કરોડમાં વેચાયા

રેસ-3ના સેટેલાઇટ રાઇટસ 100 કરોડમાં વેચાયા
આજકાલની ફિલ્મો ભલે બોક્ષ અૉફિસ પરના કલેકશન્સમાં નિષ્ફળ જાય તેમ છતાં તેમના સેટેલાઇટ રાઇટ્સના વેચાણ દ્વારા મબલખ કમાણી કરતી હોય છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ છે રમેશ તૌરાની નિર્મિત ફિલ્મ ‘રેસ-3.’ આ ફિલ્મના નિર્માણનું બજેટ રૂા. 120 કરોડ હતું પરંતુ તેણે કેવળ તેના સેટેલાઇટ રાઇટસના વેચાણ દ્વારા જ સીધા રૂા. 100 કરોડ રળી લીધા છે.
જોકે આનાથી પણ વધુ ચોંકાવનારી બાબત ફિલ્મ ‘પેડમેન’ની છે. આ ફિલ્મ બનાવવાનું બજેટ તો રૂા. 20 કરોડ જ હતું પણ તેના સેટેલાઇટ રાઇટસ રૂા. 40 કરોડમાં વેચાયા હતા. ટ્રેડ એક્સપર્ટસનું કહેવું છે કે જે ફિલ્મમાં મોટા સ્ટાર્સ હોય તેના સેટેલાઇટ રાઇટસ ખૂબ જ ઊંચા દામે વેચાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer