ખાંભા: માતાથી વિખૂટા પડી ગયેલાં સિંહ બાળનું ભૂખથી મૃત્યુ

ખાંભા, તા.15: ખાંભા તુલશીશ્યામ રેન્જના ધૂંધવાણા રેવન્યુમાંથી દોઢ માસના સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહ બાળ તેમની માતાથી વિખૂટું પડી જવાથી ભૂખ્યું હોવાથી મોત થયાની શંકા વ્યક્ત કરાઇ છે. આજે ખાંભા તુલશીશ્યામ રેન્જમાં ધૂંધવાણા રેવન્યુ વિસ્તારમાં વન વિભાગના સ્ટાફને એકથી દોઢ માસના સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો. ધૂંધવાણા રેવન્યુ વિસ્તારમાં એક સિંહણ અને બે બચ્ચાનું ગ્રુપ હતું જેમાંથી આ એક બચ્ચું તેમનીમાં સિંહણથી વિખૂટું પડી ગયું હોવાનું વન વિભાગના પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે. આરએફઓ પરિમલ પટેલ જણાવ્યા અનુસાર આ સિંહ બાળની ઉંમર એકથી દોઢ માસની હોય અને સિંહ બાળનું મોત તેમની માથી વિખૂટું પડી જતાં આ સિંહ બાળ ભૂખ્યું અને તરસ્યું રહેવાથી મોત થયું હતું.  આ સિંહ બાળનું મોત 48 કલાક પહેલાં થયું હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં આ સિંહ બાળનું વન વિભાગના ડો . વામજા દ્વારા પી.એમ. કરી ખાંભા રેન્જ ઓફિસ લાવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer