સાઉથ આફ્રિકાની કંપનીમાં નોકરી અપાવવાને બહાને લોકોએ 1.80 કરોડ ગુમાવ્યા

 વડોદરા, તા. 15: સાઉથ આફ્રિકાની ગ્રુપ ફાઈવ કંપનીમાં નોકરી અપાવવાની જાહેરાત આપી 2000 લોકો પાસેથી રૂા.1.80 કરોડ પડાવવાનો કારસો રચનાર મનહર રણા અને ઐયુબ રણાએ 50 દિવસ પહેલાં દુબઈમાં નોકરી અપાવવાનું કહી 500 લોકોના પાસપોર્ટ અને મેડિકલના રૂા.3 હજાર લઈ લીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. નવસારીના 20 યુવાનો 25 માર્ચ આપેલા પાસપોર્ટ લેવા માટે પ્રતાપગંજ ચોકી પર દોડી ગયા હતા. 129 દક્ષિણ ભારતીયો અને ગુજરાતી યુવકો તેમના પાસપોર્ટ લેવા માટે કતારમાં ઉભા હતા.          વડોદરાના સયાજીગંજ ફોનિકસ કોમ્પલેક્ષમાં વિશાલ એન્ટરપ્રાઈઝના નામે વિદેશ મોકલતા કરચિયાના મનહર રૂપસિંહ રણા અને ઐયુબ ખાન ઉર્ફે રાજુ પ્રતાપસિંહ રણાએ રવિવારે હોટલ રિવાઈવલમાં સાઉથ આફ્રિકા જવાનો ઈન્ટરવ્યુ ગોઠવ્યો હતો. તેની બે કંપનીનો ભાંડો ફૂટયા બાદ ફરિયાદ નોંધાતાં બંને ભેજાબાજની ધરપકડ કરાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer