કાઉન્ટીમાં પુજારાના ફ્લોપ શોથી ટીમ ઇન્ડિયાની ચિંતા વધી

કાઉન્ટીમાં પુજારાના ફ્લોપ શોથી ટીમ ઇન્ડિયાની ચિંતા વધી
નવી દિલ્હી, તા.1પ : ટીમ ઇન્ડિયાને ટૂંક સમયમમાં જ ઇંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. આ માટે સુકાની વિરાટ કોહલી સહિતના અનેક ભારતીય ક્રિકેટરો ઇંગ્લેન્ડમાં કાઉન્ટિ ક્રિકેટ રમવાના છે અથવા તો હાલ રમી રહ્યા છે. આઇપીએલની બોલીમાં ચેતેશ્વર પુજારા અને ઇશાંત શર્મા વેંચાયા ન હતા. આ બન્ને હાલ ઇંગ્લેન્ડમાં કાઉન્ટીમાં રમી રહ્યા છે.
ચેતેશ્વર પુજારાને ભારતનો સૌથી પરફેકટ ટેકનીકલી બેટ્સમેન માનવામાં આવે છે અને ટેસ્ટ વિશેષજ્ઞ બેટધર કહેવાય છે, પણ પુજારા ઇંગ્લેન્ડમાં કાઉન્ટિ ક્રિકેટમાં સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. યોર્કશાયર તરફથી રમી રહેલા પુજારાએ ચાર મેચની 8 ઇનિંગમાં માત્ર 12.પ0ની સરેરાશથી ફકત 100 રન જ કર્યાં છે. જેમાં એક પણ અર્ધસદી સામેલ નથી. પુજારા કરતા તો ઇશાંત શર્મા સારી બેટિંગ કરી રહ્યો છે. તેણે ચાર મેચની 6 ઇનિંગમાં 22.પ0ની સરેરાશથી કુલ 102 રન બનાવ્યા છે. આથી સવાલ એ થાય છે કે ભારતીય ટેસ્ટ ટીમનો મુખ્ય બેટધર ચેતેશ્વર પુજારા ઇંગ્લેન્ડ સામેની પ ટેસ્ટની શ્રેણીમાં કઇ રીતે ફોર્મ વાપસી કરી શકશે. તેની પાસે અફઘાનિસ્તા સામેના એકમાત્ર ટેસ્ટ મેચમાં હાથ સાફ કરીને રન કરવાનો મોકો બની રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer