સિદ્ધુને સુપ્રીમે આપી રાહત

સિદ્ધુને સુપ્રીમે આપી રાહત
30 વર્ષના જૂના કેસમાં  મારપીટના દોષી ઠરાવ્યા પણ જેલ નહીં જવું પડે
નવી દિલ્હી, તા. 15 : 30 વર્ષ જૂના માર્ગ પર મારપીટ અને મોતના મામલામાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુને રાહત આપી છે. અદાલતે પંજાબના પ્રવાસન મંત્રી સિદ્ધુને સામાન્ય મારપીટના આરોપી ગણ્યા છે અને જેલ જવામાંથી મુક્તિ આપી છે.
સુપ્રીમે જણાવ્યું હતું કે ગુરનામસિંહના મોત માટે સિદ્ધુને સદોષ માનવ વધના દોષી ઠરાવી શકાય નહીં. ન્યાયાધીશ જે. ચેલામેશ્વર અને સંજય કિશન કૌલની ખંડપીઠે કહ્યું હતું કે, સિદ્ધુ ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 323 (મારપીટથી ઇજા પહોંચાડવી) તળે દોષી છે અને સિદ્ધુને રૂા. 1000નો દંડ કર્યો હતો.
1988ના ગુરનામસિંહની  મોતના કેસમાં પંજાબ અને હરિયાણાની હાઇકોર્ટે સિદ્ધુને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. તેની સામે સિદ્ધુ સર્વોચ્ચ  અદાલતમાં ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer