ઈન્દિરાથી આગળ નીકળી જતા મોદી

ઈન્દિરાથી આગળ નીકળી જતા મોદી
નવીદિલ્હી, તા.1પ: જો કર્ણાટકમાં ભાજપની સરકાર રચાશે તો 31 રાજ્યોમાંથી 21માં ભાજપ - એનડીએની સરકાર બની જશે. આવી જાજરમાન સિદ્ધિ અગાઉ ઈન્દિરા ગાંધીનાં શાસનમાં નોંધાઈ હતી. જો કે વડાપ્રધાન મોદીએ 4 વર્ષમાં ઈન્દિરા કરતાં પણ એક વધુ રાજ્યમાં ભાજપને વિજયી બનાવી દેવાનો નવો વિક્રમ સર્જી દીધો છે.
નરેન્દ્ર મોદીએ જ્યારથી કેન્દ્રમાં સત્તાની ધૂરા સંભાળી છે ત્યારબાદ દેશમાં 21 ચૂંટણી યોજાઇ છે. તેમાંથી ભાજપે 14 રાજ્યોમાં જીત મેળવી છે.
ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે 4 વર્ષમાં 19 ચૂંટણી યોજાઇ હતી. તેમાંથી 13 રાજ્યોમાં કોંગ્રેસે ચૂંટણી સફળતા મેળવી હતી.
ઈન્દિરાની લોકપ્રિયતા વધતાં લોકસભા ચૂંટણીમાં તેઓ 282 બેઠકો જીત્યાં હતાં. અનાયાસે વડાપ્રધાન મોદી પણ આ આંકડોના સ્પર્શ્યા છે. જો કે કોંગ્રેસના પક્ષે 41 ટકા જ્યારે ભાજપને 31 ટકા મત મળ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer