‘શમશેરા’માં સંજય બન્યો રણબીરનો શત્રુ

‘શમશેરા’માં સંજય બન્યો રણબીરનો શત્રુ
યશરાજ ફિલ્મ્સની પીરીયડ એકશન-એડવેન્ચર ફિલ્મ ‘શમશેરા’માં દિગ્દર્શક કરણ મલ્હોત્રાએ સંજય દત્તને એક ખૂનખાર વિલન તરીકે રજૂ કર્યો છે, જે ફિલ્મના હીરો રણબીર કપૂર સામે ટકરાય છે. રસપ્રદ બાબત એ છે કે આ યશરાજના બેનર સાથેની સંજય દત્તની સર્વપ્રથમ ફિલ્મ બની રહેશે, જ્યારે રણબીર કપૂરે અગાઉ ‘બચના ઐ હસીનો’ (2008) અને ‘રોકેટ સિંહ : સેલ્સમેન ઓફ ધી યર’ (2009) નામની યશરાજ ફિલ્મ્સની ફિલ્મોમાં કામ કર્યું છે. અહીં એ બાબત નોંધપાત્ર છે કે સંજય દત્તના પિતા સુનીલ દત્ત અને ફિલ્મસર્જક યશ ચોપરાના દાયકાઓ જૂના સંબંધો રહ્યા હતા અને બંને સારા મિત્રો હતા. સુનીલ દત્તે યશ ચોપરાની ફિલ્મો ‘વક્ત’, ‘ફાસલે’ અને ‘પરંપરા’માં કામ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer