લવ રંજનની આગામી ફિલ્મનો હીરો છે સૈફ અલી ખાન

લવ રંજનની આગામી ફિલ્મનો હીરો છે સૈફ અલી ખાન
છેલ્લાં થોડાંક વર્ષોમાં સૈફ અલી ખાને કેટલીક એવી રસપ્રદ ફિલ્મોમાં કામ કર્યું છે જે બોક્ષ ઓફિસ પર સફળ પુરવાર થઈ હતી. ‘ફેન્ટમ’, ‘રંગૂન’ અને ‘કાલાકાંડી’ જેવી તેની ફિલ્મો કંઈક જુદા પ્રકારની હતી. હવે ‘સોનું કે ટીટુ કી સ્વીટી’નું દિગ્દર્શન કરનારા લવ રંજને તેની ફિલ્મમાં હીરો તરીકે સૈફ અલી ખાનને સાઈન કર્યો છે. લવ રંજનની ‘સ્વીટી’એ બોક્ષ ઓફિસ પર રૂા. 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. યોગાનુયોગે લવની એક ફિલ્મમાં સૈફ અલી ખાનનો સાળો એટલે કે રણબીર કપૂર પણ કામ કરી રહ્યો છે. આમ લવની રીવેન્જ વોર ફિલ્મ ‘ધી હન્ટર’માં સૈફ કામ કરશે. આ ફિલ્મના નિર્માતા નવદીપ સિંઘ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer