‘સંજુ’માં હું મહેમાન કલાકાર છું : મનીષા

‘સંજુ’માં હું મહેમાન કલાકાર છું : મનીષા
છેલ્લે 2017ની ફિલ્મ ‘ડીયર માયા’માં  માયાદેવીના રોલ કરનારી અભિનેત્રી મનીષા કોઈરાલા હવે પીઢ અભિનેત્રી નરગિસ દત્તની ભૂમિકા ભજવતી ફિલ્મ ‘સંજુ’માં દર્શકોને જોવા મળશે. ‘મને નરગિસ દત્તજીની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો તે બદલ હું ગર્વ અનુભવું છું. તેઓ એક દંતકથા સમાન અભિનેત્રી હતાં અને મને આશા છે કે હું તેમના પાત્રને ન્યાય આપી શકીશ. જોકે, આ કેરેક્ટર ફિલ્મમાં ઘણા થોડા સમય માટે આવે છે અને તે એક ‘સ્પેશિયલ એપિયરન્સ’વાળો  રોલ છે. અત્રે યોગાનુયોગ એ છે કે કેન્સરને કારણે મૃત્યુ પામનારાં નરગિસ દત્તની જેમ જ મનીષાને પણ આ રોગ થયો હતો, જેમાંથી તે યોગ્ય સારવારને કારણે ઊગરી ગઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer