રવિવારે મળશે ગાયના દૂધના પેંડા દેશી બિયારણ, અગરબત્તી પણ મળશે

રવિવારે મળશે ગાયના દૂધના પેંડા દેશી બિયારણ, અગરબત્તી પણ મળશે

1પ0 ફૂટ રીંગ રોડ, નાનામવા સર્કલ પાસે વેંચાણ
રાજકોટ, તા. 18 : ફૂલછાબ અને નવરંગ નેચર કલબ દ્વારા દર રવિવારે વિવિધ ચીજવસ્તુઓનું રાહતદરથી વેંચાણ કરવામાં આવે છે. તા.22મીને રવિવારે સવારે 9 થી 1 દરમિયાન 1પ0 ફૂટ રીંગ રોડ, નાનામવા સર્કલ, પેટ્રોલપંપની બાજુમાં રાહતદરથી વિવિધ ચીજવસ્તુઓનું રાહતદરથી વેંચાણ કરવામાં આવશે. જેમાં આ વખતે ગાયના દૂધમાંથી બનેલા પેંડા ગઢડાના ખેડૂત સીધા વેંચવા આવશે. જે 400 રૂપિયે કિલો મળશે.
આ અંગે નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ જણાવ્યું હતું કે, આ વખતે ગાયના દૂધના પેંડા ગઢડા સ્વામીનાથી ખેડૂત સીધા વેંચવા આવવાના છે.
આ ઉપરાંત કપડાંની થેલી, વિવિધ દેશી પીણાના પાવડરો અને સુપ, વિનામુલ્યે માટી, વિવિધ માટીના વાસણો રાહતદરે મળશે.  લાકડાના ચકલીઘર પણ મળશે.
 આ ચીજ વસ્તુઓ ઉપરાંત દેશી ગાયનું ઘી કિલોના 800, ઓર્ગેનિક મગ એક કિલોના 80, આંબલી એક કિલોના 40, પૂંઠાના ચકલીના ઘર 10, પ્લાસ્ટિકના ચબૂતરા 10, બીજોરાનું સરબત 10 રૂપિયામાં મળશે. આ સિવાય તરબૂચ, લીલા નાળિયેર, દેશી બિયારણ, આદુ, અરગબત્તી, ફૂલછોડ વગેરે મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer